ગુજરાત

gujarat

ETV Bharat / state

હૈદરાબાદમાં થયેલી દુષ્કર્મની ઘટનાને લઈ જૂનાગઢના વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો રોષ - misfortune in Hyderabad

જૂનાગઢ: થોડા દિવસો પહેલા તેલંગાણામાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. જેના પડધા સમગ્ર દેશમાં પડી રહ્યા છે ત્યારે જૂનાગઢના વિદ્યાર્થીઓમાં પણ ઘટનાને લઈને રોષ ભભૂકી રહ્યો છે. શહેરની તમામ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ પ્રચંડ રેલી કાઢીને ઘટનાના આરોપીઓને મૃત્યુદંડની સજા થાય તેવી માગ કરી હતી.

Junagadh
Junagadh

By

Published : Dec 6, 2019, 5:03 AM IST

વિગતો મુજબ, શહેરના આઝાદ ચોકથી રેલીનું પ્રસ્થાન થયું હતું. આ રેલીમાં આરોપીઓને ફાંસીની સજા થાય તેવા સૂત્રો પોકારવામાં આવ્યા હતા. આ રેલીમાં આવવા માટે કોલેજની મોટાભાગની વિદ્યાર્થીનીઓ કાળા પોશાકમાં હાજર રહીને મહિલા વિરુદ્ધ થયેલા દુષ્કર્મને વખોડવા માટે રેલીમાં જોડાઇ હતી.

હૈદરાબાદમાં થયેલી દુષ્કર્મની ઘટનાને લઈ જૂનાગઢના વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો રોષ

આ રેલીમાં વિદ્યાર્થીનીઓમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો હતો. જે પ્રકારે દેશમાં જાતીય દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે પરંતુ તેના આરોપીઓને હજુ સુધી દંડની કાર્યવાહી નહિ કરવામાં આવતા વિદ્યાર્થીઓ પણ હવે રોષે ભરાયેલા છે. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને ખૂબ જ ટૂંકા સમયમાં કેસની સુનાવણી પૂરી થાય અને તમામ આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માગ કરાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details