જૂનાગઢ:સોમનાથને આંગણે 17મી એપ્રિલથી 27મી એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન થયું છે. હજાર વર્ષ બાદ બે રાજ્યોની સંસ્કૃતિ ફરી એક વખત સોમનાથ ખાતે મળી રહે છે તેમાં હવે 26 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં જોડાઈને મૂળ સૌરાષ્ટ્રના પરંતુ પાછલા ઘણા વર્ષોથી તમિલનાડુ સ્થાયી થયેલા સૌરાષ્ટ્રીયનોને સંબોધન કરશે.
પીએમ મોદી રહેશે વર્ચ્યુઅલી હાજર: વડાપ્રધાન મોદીની હાજરીને લઈને પણ સમગ્ર કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. હવે તેઓ 26 તારીખે વર્ચ્યુઅલ માધ્યમથી મોદી કાર્યક્રમમાં જોડાવા જઈ રહ્યા છે ત્યારે ભાગ લઇ રહેલા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં તમિલનાડુથી લોકો સૌરાષ્ટ્રમાં આવ્યા છે.
આ પણ વાંચોSTSangamam : કેવિડયામાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ યાત્રીઓનું ભવ્ય સ્વાગત, મોંમાંથી સરી પડ્યાં આવા શબ્દો
સૌરાષ્ટ્ર તમિલ સંગમ:સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ પાછળ વડાપ્રધાન મોદી વર્ષ 2005થી સતત કાર્યરત જોવા મળતા હતા. વર્ષ 2023 માં આ કાર્યક્રમનું આયોજન થયું છે ત્યારે કાર્યક્રમના પ્રારંભના દિવસે એટલે કે 17મી એપ્રિલે વડાપ્રધાન મોદી કાર્યક્રમમાં હાજરી આપીને દસ દિવસ સુધી આયોજિત થનાર બે રાજ્યની મહાન સંસ્કૃતિને જોડવાના પ્રયાસની શરૂઆત કરાવવા જઈ રહ્યા હતા પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે તેઓ વ્યક્તિગત કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા. હવે તેઓ 26 તારીખે વર્ચ્યુઅલી માધ્યમથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવી રહ્યા છે જેને સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમની એક ઉપસ્થિતિ પણ માની શકાય છે.
આ પણ વાંચોST Sangamam : સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ પૂર્ણતા તરફ, સંઘવીએ પ્રવાસીઓને પુષ્પથી આવકાર્યા
બે સંસ્કૃતિઓનું મિલન:ભારતના સાંસ્કૃતિક મૂલ્યોમાં અસીમ આસ્થા ધરાવતા અને જનતા પ્રત્યે હંમેશાં પ્રતિબદ્ધ અને કર્તવ્યનિષ્ઠ એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સમાજની આ જ વિશેષતાને વધુ ગાઢ બનાવવા માટે ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ ના મંત્ર સાથે દેશના દરેક રાજ્યના સાંસ્કૃતિક વારસાને સન્માન આપવાનું ભગીરથ કાર્ય કરવાનો દ્રઢ નિર્ધાર કર્યો છે. વડાપ્રધાનના આ વિચારને નક્કર સ્વરૂપ આપતા ગુજરાત સરકારે તાજેતરમાં ભગવાન સોમનાથ મહાદેવના પવિત્ર સાંન્નિધ્યમાં ઐતિહાસિક સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનું ભવ્ય આયોજન કર્યું છે.