ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ મનપાના કર્મચારીઓને ધોળેદિવસે લાગી રહ્યું છે અંધારું

જૂનાગઢઃ મનપાના કર્મચારીઓ ઊર્જા બચાવવામાં કેટલા તતપર છે તે જોવા મળી રહ્યું છે. મનપા કચેરીએથી 200 મીટરના અંતરે આવેલા આઝાદ ચોકમાં લાઈટનો એક આખો ટાવર ધોળે દિવસે ઝળહળી રહ્યો છે. લાઈટ ચાલુ રાખવાનું કારણ જાણવા મળ્યું નથી પરંતુ કદાચ એવું માની શકાય કે, જૂનાગઢ મનપાના કર્મચારીઓ ધોળે દિવસે પણ લાઈટો ચાલુ રાખીને કામ કરવાના શોખીન હોય તેવું જણાય આવે છે.

JND

By

Published : Jul 12, 2019, 11:27 AM IST

એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉર્જા બચાવો ના કાર્યક્રમો કરીને સંભવિત ઊર્જાના વ્યયને બચાવવા માટે બેનરો થી લઈને લોકજાગૃતિ સુધીના કાર્યક્રમો કરી રહી છે. તો બીજી તરફ સરકારનાજ કહી શકાય તેવા મનપાના કર્મચારી અને અધિકારીઓ ઊર્જાનો વ્યય કરતા જોવા મળી રહ્યા છે.

જૂનાગઢ મનપાના કર્મચારીઓને ધોળેદિવસે લાગી રહ્યું છે અંધારું

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઊર્જા બચાવવા પાછળ પણ લાખોનો ખર્ચો કરવામાં આવે છે તેમ છતાં ઊર્જા બચાવવાને લઈને ખુદ સરકારના વિભાગો જ જાગૃત નથી જેને લીધે ઊર્જાનો વ્યય તો થઈ રહ્યો છે. પરંતુ ઊર્જા બચાવવા ના કાર્યક્રમ પાછળ ખર્ચાતા કરોડો રૂપિયા પણ વ્યય થઈ રહ્યા છે.

જો આ જ રીતે ઊર્જાનું સંરક્ષણ કરવાનો કાર્યક્રમ આગળ ચલાવવાનો હોય તો ઊર્જા બચાવવા પાછળના કાર્યક્રમો બંધ કરીને પ્રજાના કરોડો રૂપિયાને બચાવી શકાય તેમ છે જે, ઉર્જા બચાવ્યા બરોબર માની શકાય

ABOUT THE AUTHOR

...view details