જૂનાગઢ : શહેરમાં રખડતા ઢોર કોઈ શહેરીજનો જીવ હણી લે તે પૂર્વે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત બનેલી ટાસ્ક ફોર્સની ટીમે સાત જેટલી લારી પર ઘાસચારો વહેંચતા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યની વડી અદાલતે રખડતા ઢોરના ત્રાસને લઈને રાજ્ય સરકારનો કાન આમળ્યો હતો, ત્યારે સરકારે રખડતા ઢોરના ત્રાસમાંથી શહેરીજનોને (Junagadh Municipal Corporation) મુક્તિ મળે તે માટેના પગલાં ભરવાની શરૂઆત કરી છે. (fodder seller Complaint against in Junagadh)
પોલીસની સંયુક્ત ટાસ્ક ફોર્સની ટીમે નોંધ્યા સાત કેસજૂનાગઢ સહિત રાજ્યના મહાનગરો અને નાના શહેરોમાં રખડતા ઢોરના ત્રાસને લઈને લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યના કેટલાક શહેરોમાં રખડતા ઢોરના કારણે લોકોને જીવ ગુમાવવા સુધીનો સમય આવ્યો છે, ત્યારે રાજ્યની વડી અદાલતે પણ રખડતા ઢોરના ત્રાસને લઈને રાજ્ય સરકારનો કાન આમળ્યો છે અને તાકીદે રખડતા ઢોરના ત્રાસમાંથી લોકોને મુક્તિ મળે તે માટે એક્શન પ્લાન કરવાની તાકીદ કરી છે. તેને ધ્યાને રાખીને જુનાગઢ પોલીસ અને મનપાની સંયુક્ત ટાસ્ક ફોર્સ બનાવીને સાત જેટલા લારી ધારકો સામે કેસ નોંધીને ધોરણ સમી કાર્યવાહી હાથ ધરી છે. તેમ છતાં હજુ પણ જુનાગઢ શહેરમાં રખડતા ઢોરના ટોળાઓ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. (stray cattle Torture in Junagadh)
આ પણ વાંચોરાજકોટમાં રખડતા ઢોર પકડતી પાર્ટી સાથે ઢોર માલિકોની દબંગાઈ