ગુજરાત

gujarat

ETV Bharat / state

આંતરરાષ્ટ્રીય ચા દિવસ: ચા ની ચૂસકી સૌરાષ્ટ્રમાં આજે પણ છે અવ્વલ - જૂનાગઢ ન્યૂઝ

આજે સમગ્ર વિશ્વ મનાવી રહ્યું છે વિશ્વ ચા દિવસ. સમગ્ર વિશ્વમાં પાણી બાદ સૌથી વધુ પીવાતા પીણા તરીકે ચા નું સ્થાન આજે પણ ટોચ પર છે. તેમ છતા ચા ના ખેડૂતો અને વેપારીઓને કોઈ યોગ્ય પ્રોત્સાહન નહીં મળતા વર્ષ 2005ની 15મી ડિસેમ્બરના દિવસે પ્રથમ વખત ચા દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર થી આજદિન સુધી સમગ્ર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે જૂનાગઢમાં આવેલી હોટેલ ફિલિપ્સની પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ ચાની ચૂસકીની લહેજત પણ માણી હતી. તો ચાલો જાણીએ શું છે આ ચા ની ચૂસકીની સફર...

Junagadh
junagadh

By

Published : Dec 15, 2020, 10:04 AM IST

Updated : Dec 15, 2020, 11:03 AM IST

  • આજે આંતરરાષ્ટ્રીય ચા દિવસ
  • આંતરરાષ્ટ્રીય ચા દિવસ ચાની ચૂસકી સૌરાષ્ટ્રમાં આજે પણ છે અવ્વલ
  • વર્ષ 2014ની સામાન્ય ચૂંટણીમાં ચાય પે ચર્ચા ના મુદ્દાને લઈને ગુજરાતની ચાને વિશ્વ ફલક પર પહોંચાડી


    જૂનાગઢઃ ચા નું નામ પડે એટલે સૌ કોઈના ચહેરા પર એક અનોખી રોનક જોવા મળે અને હા જો ચા કડક અને મીઠી હોય તો કહેવું જ શું. ચા ની ચુસ્કી અને મીઠાશને લઈને વર્ષ 2005ની 15મી ડિસેમ્બરના દિવસે વર્લ્ડ સોશિયલ ફોરમ દ્વારા દિલ્હીમાં ચાનું ઉત્પાદન કરતા ખેડૂતો અને વેપારીઓ દ્વારા ચાના વેપારને આંતરરાષ્ટ્રીય ઓળખ મળે અને ચા નો વેપાર વિશ્વની સીમાઓ ઓળંગીને દુનિયાના દરેક દેશોમાં ચાની ચુસ્કી લેતા સૌ કોઈ જોવા મળે તેને લઈને પ્રથમ વખત ચા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2008માં વિશ્વના કેટલાક દેશોમાં ચા દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે વર્ષ 1991માં જૂનાગઢમાં આયોજિત જાહેર સભામાં આવેલા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ જૂનાગઢ ચિતાખાના ચોક વિસ્તારમાં આવેલી હોટેલ ફિલિપ્સની ચાની ચૂસકી માણી હતી, જેની યાદ આજે પણ હોટેલના માલિક માટે અવિસ્મરણીય પ્રસંગ બની રહ્યો છે.
    આંતરરાષ્ટ્રીય ચા દિવસ


    સૌરાષ્ટ્રનું રજવાડી અને ઠાઠ સાથેનું સૌનું માનીતું પીણું એટલે ચા

    ભારતમાં ચા નો ઇતિહાસ પણ એક અલગ આદર અને માન ધરાવે છે અને તેમાંય સૌરાષ્ટ્રમાં ચા એટલે ઘર ઘરનું પીણુ દુશ્મનને પણ એક વખત ચા ની સલાહ કરવી એ સૌરાષ્ટ્રની શાન ગણવામાં આવે છે. પ્રસંગ સારો હોય કે માઠો ચા વગર કોઈ બાકી ન રહે તેની આજે પણ કાળજી રાખવામાં આવે છે. વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી ચા ના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા હોય તેવો માહોલ રાજકારણની વચ્ચે જોવા મળતો હતો અને ચા જોતજોતામાં ચૂંટણીનો મુદ્દો પણ બની ગઈ અને સૌ કોઈ વિચારતા રહી ગયા હતા. નરેન્દ્ર મોદી ચા પર થતી ચર્ચાઓને કારણે દેશના વડાપ્રધાન ચૂંટણી પરિણામો બાદ બની પણ ગયા.

એક સમય હતો કે જ્યારે સૌરાષ્ટ્રમાં કાળી ચા પીવામાં આવતી હતી. સમય વીતવાની સાથે હવે ચા પણ અનેક પ્રકારે બનતી અને પીવાતી જોવા મળે છે. ગરીબીથી લઈને અમીરી કડક થી લઈને મીઠી મલાઈ વાળીથી લઈને કેસર અનેક પ્રકારે હવે ચા મળતી થઇ છે. પણ હા આટલી બધી વેરાઇટીઓની વચ્ચે ચા ની ચુસ્કી આજે પણ એની એ જ જોવા મળે છે.






Last Updated : Dec 15, 2020, 11:03 AM IST

ABOUT THE AUTHOR

...view details