જુનાગઢમાં ગામડાઓની મહિલાઓ પગભર બનીને તેમના પરિવારને આર્થિક રીતે મદદ કરી શકે તેવા હેતુ સાથે જૂનાગઢ જિલ્લાના સાસણ ખાતે સ્ટે હોમ પ્રોજેટ્ક શરુ કરવામાં આવ્યો છે. કાર્યક્રમના પ્રાથમિક તબક્કામાં સાસણ અને ગીરની 50 જેટલી મહિલાઓને પ્રોજેક્ટ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
જુનાગઢમાં સ્ટે હોમ પ્રોજેક્ટ અંતર્ગત કરાશે મહિલાઓને કરાશે પગભર - etv bharat news
જુનાગઢ: ગામડાઓની મહિલાઓને પગભર કરવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓનું નિર્માણ કરવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્ટે હોમ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો છે. જુનાગઢ જિલ્લાના સાસણ ખાતે 50 જેટલી મહિલાઓને તાલીમબદ્ધ કરીને પગભર કરવામાં આવે છે. જેઓ સાસણ આવતા પ્રવાસીઓને આવકારીને આર્થિક રીતે પગભર કરશે. નવી તકોનું સર્જન કરશે.
જુનાગઢમાં સાસણ આવતા પ્રવાસીઓને તેમના ઘરોમાં આવકારવા માટે ઘરને આગવી રીતે સજાવીને તેમાંથી આર્થિક ઉપાર્જન કરી શકાય છે. જે અંતર્ગત સ્ટે હોમ પ્રોજેકટ શરુ કરવામાં આવ્યો છે. સમગ્ર સ્ટે હોમ પ્રોજેક્ટને લઈને ગીરની 50 જેટલી મહિલાઓને આધુનિક રીતે પ્રશિક્ષણ આપીને તેમને તૈયાર કરવામાં આવશે.
રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા મિઝોરમ અને મણિપુરમાં સ્ટે હોમ પ્રોજેક્ટને લાગુ કર્યા બાદ તેમાં મળેલી સફળતાને ધ્યાનમાં લઈને ગુજરાતના નર્મદા અને સાસણ પર પસંદગી ઉતારી છે. જેને લઈને સાસણ ખાતે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્મા અને ગુજરાતના અધ્યક્ષ લીલાબેન આકોલીયાએ મહીલાઓને સમગ્ર સ્ટે હોમ પ્રોજેક્ટને લઈને માહિતી આપીને આ પ્રોજેક્ટમાં જોડાવા માટે અનુરોધ કર્યો હતો.