લોકડાઉન 3.0 પૂરું થયા બાદ જૂનાગઢમાં એસટી બસ શરૂ થાય તેવી શક્યતાઓ... - corona updates of gujarat
આગામી 17 તારીખે ત્રીજા તબક્કાનું લોકડાઉન પૂર્ણ થશે અને ચોથા તબક્કાનું નવા નીતિ-નિયમો સાથેનું લોકડાઉન શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં સોમવારથી એસટી બસ શરૂ થઈ શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
જૂનાગઢમાં આગામી 17 તારીખથી એસટી બસ શરુ કરવા વિચારણા
જૂનાગઢ: આગામી 17 તારીખથી ત્રીજા તબક્કાનું લોકડાઉન પૂર્ણ થવા જઈ રહ્યું છે. ત્યારબાદ નવા નીતિ-નિયમો અને દિશાનિર્દેશો સાથે ચોથા તબક્કાના લોકડાઉનનો પ્રારંભ પણ થવા જઇ રહ્યો છે. ત્યારે સમગ્ર દેશના આવેલા ગ્રીન ઝોન જિલ્લાઓમાં વધુ કેટલીક છૂટછાટો મળી શકે છે, તેવા દિશાનિર્દેશો રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયા છે. જેને લઇને ગ્રીન ઝોનમાં આવતા જૂનાગઢ જિલ્લામાં એસટી વિભાગના રૂટ શરૂ થવાની પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે.