જૂનાગઢ: આવતીકાલથી તમાકુના વ્યસનીઓ માટે સારા સમાચાર છે, ત્યારે લોકડાઉનમાં તમાકુ અને પાન પાર્લરો ખોલવાની શરતી મંજૂરી મળી છે. ચોથા તબક્કાનું લોકડાઉન વધુ કેટલીક છૂટછાટો સાથે આવતીકાલથી ગ્રીન ઝોન જૂનાગઢમાં અમલમાં આવી રહ્યું છે. આવતીકાલથી શહેર અને જિલ્લામાં કન્ટેન્ટમેન્ટ ઝોનને બાદ કરતાં તમાકુની દુકાન ખુલતી જોવા મળશે.
જૂનાગઢમાં કાલથી પાન-મસાલાની સાથે ST બસોનું થશે સંચાલન - જૂનાગઢમાં એસટી બસ ચાલુ
જૂનાગઢમાં આવતીકાલથી લોકડાઉનમાં તમાકુ અને પાન પાર્લરો ખોલવાની શરતી મંજૂરી મળી છે.
જૂનાગઢ
આવતીકાલથી ચોથા તબક્કાના લોકડાઉનની શરૂઆત થઈ રહી છે, ત્યારે જે પ્રકારે ઈટીવી ભારતે 1 અઠવાડિયા પહેલા જે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો તેને ચોથા તબક્કામાં સમર્થન મળી રહ્યું છે. આવતીકાલથી ગ્રીન ઝોન અને કેટલાક નોન કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં શરતોને આધીન પાન-માવા અને મસાલાની દુકાનો ખુલતી જોવા મળશે.
બીજી તરફ સરકાર દ્વારા જાહેર કરાયેલા દિશા-નિર્દેશો મુજબ રાજ્ય પરિવહનની બસોનું સંચાલન પણ બુધવારથી જૂનાગઢ જિલ્લાની હદ પૂરતું શરૂ કરવામાં આવશે.