- કોરોના સંક્રમણને કારણે જૂનાગઢ દાણાપીઠ બજાર 4 વાગ્યા બાદ રહેશે બંધ
- આગામી 30 એપ્રિલ સુધી નવા સમય મુજબ દાણાપીઠનું થશે સંચાલન
- કોરોનાને ધ્યાને રાખીને દાણાપીઠ વેપારી એસોસિએશન દ્વારા લેવાયો નિર્ણય
જૂનાગઢ: આગામી 30 એપ્રીલ સુધી જૂનાગઢમાં આવેલી અને સૌથી જૂની કઠોળ, અનાજ, તેલ સહિત જીવન જરૂરી ચીજ વસ્તુઓનું વેચાણ કરતું છૂટક અને જથ્થાબંધ બજાર દાણાપીઠ 4 વાગ્યા બાદ બંધ કરવામાં આવશે. વધી રહેલા કોરોના સંક્રમણને કારણે દાણાપીઠ વેપારી એસોસિએશન દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની અમલવારી પણ શરૂ કરી દેવામાં આવી છે.
જૂનાગઢની દાણાપીઠ 30 એપ્રિલ સુધી સાંજે 4 વાગ્યા બાદ બંધ કરાશે આ પણ વાંચો:કોરોના સંક્રમણને લઇને 30 એપ્રિલ સુધી ભાવનાથ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ
નક્કી કરાયેલા સમય બાદ કોઈ કામગીરી નહીં થાય
વહેલી સવારે 9 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધી કોઈ પણ વ્યક્તિ દાણાપીઠમાંથી અનાજ, કઠોળ, તેલ અને જીવન જરૂરી અન્ય ચીજવસ્તુઓની ખરીદી કરી શકશે. તેમજ આ સમય દરમિયાન વેપારીઓ પણ પોતાનો જથ્થાબંધ માલ ખરીદવા કરવા માટે આવી શકે છે. વેપારીઓએ એવો પણ નિર્ણય કર્યો છે કે, જથ્થાબંધ માલ ગોડાઉનમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તે પણ આ સમય દરમિયાન જ રાખવાનો રહેશે. એટલે કે જૂનાગઢની દાણાપીઠ સવારના 9 વાગ્યાથી લઈને બપોરના 4 વાગ્યા સુધી કાર્યરત જોવા મળશે. ત્યારબાદ અહીં એક પણ પ્રકારનું કામ વેપારીથી લઇને ગ્રાહકો પણ ન કરી શકે તેવો નિર્ણય દાણાપીઠ વેપારી એસોસિએશન દ્વારા લેવામાં આવ્યો છે.