છેલ્લા એક અઠવાડિયાથી ઉત્તર-પૂર્વમાં થઈ રહેલી ભારે હિમવર્ષાને કારણે ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે. જેને કારણે ગુજરાત પણ ઠંડુગાર બની રહ્યું છે, સતત ઠંડા પવનોને કારણે જુનાગઢનુ તાપમાન છેલ્લા બે દિવસમાં પાંચ ડિગ્રી કરતા વધુ નીચે ઉતરી ગયું છે. જેને કારણે જૂનાગઢમાં ઠંડીનો માહોલ ફરી વળ્યો હતો, ત્યારે 100 વર્ષે કરતાં પણ જૂનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પશુ-પક્ષીઓ અને સિંહ વાઘ અને દીપડા જેવા પ્રાણીઓનું ઠંડીથી રક્ષણ મળે તે માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓએ વિશેષ વ્યવસ્થાઓ કરી છે.
વધતી જતી ઠંડીને લઈને પ્રાણી સંગ્રહાલયોમાં કરવામાં આવી વિશેષ વ્યવસ્થાઓ - પ્રાણી સંગ્રહાલયોમાં વિશેષ વ્યવસ્થાઓ
જૂનાગઢઃ છેલ્લા ત્રણ ચાર દિવસથી ઠંડીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉત્તર-પૂર્વમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે ફૂંકાતા ઠંડા પવનો ગુજરાતને ઠંડુગાર કરી રહ્યા છે, ત્યારે છેલ્લા બે દિવસથી જૂનાગઢ શહેરમાં પણ ઠંડીનું પ્રમાણ ખૂબ જ જોવા મળી રહ્યું છે. જેને ધ્યાને રાખીને જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પશુ-પક્ષીઓ અને સિંહ તેમજ વાઘ જેવા હિંસક પ્રાણીઓને ઠંડીથી રક્ષણ મળે તે માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓએ વિશેષ વ્યવસ્થાઓ કરી છે.
જૂનાગઢમાં આવેલા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં દેશ વિદેશના પક્ષીઓ ભારત તેમજ અન્ય રાષ્ટ્રોમાં જોવા મળતા તૃણાહારી પ્રાણીઓ તેમજ સિંહ વાઘ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓ અને વિવિધ દેશોમાં જોવા મળતા જેવી અને બિન ઝેરી સાપો અહીં પ્રવાસીઓના દર્શન માટે રાખવામાં આવ્યા છે. ત્યારે સતત ઠંડી અને ફુંકાઈ રહેલા ઠંડા પવનોથીઆ પ્રાણીઓનું રક્ષણ થાય તે માટે પાંજરાપોળની ફરતે પ્લાસ્ટિકની નેટ બનાવવામાં આવી છે. તેમજ તૃણાહારી અને પક્ષીઓ માટે ખાસ ઘાસની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ સિંહ વાઘ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓ માટે ઠંડીથી રક્ષણ મળે તેના માટે ખાસ પ્રકારના લાકડાની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જેને કારણે આ હિંસક પ્રાણીઓ પોતાનુ ઠંડીથી રક્ષણ કરી શકે.
તેમજ શિયાળા દરમિયાન પશુ પ્રાણીઓ અને હિંસક પ્રાણીઓના ખોરાકમાં પણ વધારો થતો જોવા મળતો હોય છે. જેને ધ્યાને રાખીને પશુ-પક્ષી અને સિંહ જેવા માસાહારી પ્રાણીઓના ખોરાકમાં અંદાજિત દોઢથી બે કિલો જેટલા ખોરાકનો વધારો પણ કરવામાં આવ્યો છે. આ ખોરાક વધવાને કારણે હિંસક પ્રાણી જેવા કે સિંહ વાઘ અને દીપડા જેવા પ્રાણીઓ તેના શરીરનું તાપમાન વધારીને ઠંડીથી આપમેળે રક્ષણ મેળવી શકે તે માટે આવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સામાન્ય દિવસોમાં માંસાહારી પ્રાણીઓને અંદાજિત સાડા સાત કિલો જેટલો ખોરાક આપવામાં આવતો હોય છે. જેમાં શિયાળા દરમ્યાન પ્રાણીની ઉંમર અને તેની જરૂરિયાત મુજબ દોઢથી લઈને બે કિલો જેટલા ખોરાકનો વધારોમાં કરવામાં આવ્યો છે.