સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ ઉપર શ્રદ્ધાળુઓને અપાર શ્રદ્ધા છે. ત્યારે ઑલ ઈન્ડિયા ઈમામી એસોસિએશનના પ્રમુખ મૌલાના મોહમ્મદ સાજીદ રસીદીએ સોમનાથ મંદિર પર ટિપ્પણી કરતા સોમનાથ ટ્રસ્ટે વાંધો ઉઠાવ્યો છે. ટ્રસ્ટે મૌલાના મોહમ્મદ સાજીદ રસીદી સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી આક્ષેપ કર્યો હતો કે, તેમની ટિપ્પણી વિવાદાસ્પદ છે.
Somnath Temple: સોમનાથ મંદિર પર ટિપ્પણી કરી ફસાયા મૌલાના સાજીદ રશીદી, ટ્રસ્ટે નોંધાવી પોલીસ ફરિયાદ - ઑલ ઈન્ડિયા ઈમામી એસોસિએશન
મૌલાના મોહમ્મદ સાજીદ રસીદી ફરી વિવાદમાં સપડાયા છે. આ વખતે તેમણે સોમનાથ મંદિર પર ટિપ્પણી કરતા સોમનાથ ટ્રસ્ટે તેની પર વાંધો ઉઠાવ્યો છે. સાથે જ ટ્રસ્ટે આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.
![Somnath Temple: સોમનાથ મંદિર પર ટિપ્પણી કરી ફસાયા મૌલાના સાજીદ રશીદી, ટ્રસ્ટે નોંધાવી પોલીસ ફરિયાદ Somnath Temple: સોમનાથ મંદિર પર ટિપ્પણી કરી ફસાયા મૌલાના સાજીદ રશીદી, ટ્રસ્ટે નોંધાવી પોલીસ ફરિયાદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17712479-thumbnail-4x3-somnathh.jpg)
મોહમ્મદ સાજીદ રસીદી સામે પોલીસ ફરિયાદ દાખલઃસોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, મૌલાના મહમ્મદ સાજીદે સોમનાથ મંદિરને લઈને મોહમ્મદ ગઝની અંગે કરેલા નિવેદન સામે સોમનાથ ટ્રસ્ટે વાંધો ઉઠાવ્યો છે. સાથે જ ટ્રસ્ટે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તો આગામી દિવસોમાં પોલીસ ફરિયાદને આધારે પોલીસ મોલાના મોહમ્મદ સાજીદ રસીદીની અટકાયત કરવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરશે.
મોહમ્મદ સાજીદ રસીદી કાયમ વિવાદમાં રહે છેઃઆપને જણાવી દઈએ કે, મોહમ્મદ સાજીદ રશીદી અવારનવાર વિવાદમાં રહેતા હોય છે. જોકે, તેઓ આ વખતે સોમનાથ મંદિર અંગે કરેલા નિવેદનને લઈને ફસાઈ ગયા છે. જોકે, આ પહેલા વખત નથી જ્યારે મોહમ્મદ સાજીદ રશીદીએ સોમનાથ મંદિર પર ટિપ્પણી કરી હોય. અગાઉ પણ તેઓ અનેક વખત આવી ટિપ્પણી કરી છે. તેના કારણે તેમની સામે વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે પોલીસ તેમની ધરપકડ કરશે કે પછી તેમની સામે અન્ય કોઈ પગલાં લેવાશે. તે તો સમય બતાવશે.