ગુજરાત

gujarat

ETV Bharat / state

દબાણો દૂર કરવા તંત્રને રજુઆત કરતા ભૂમાફિયાઓએ કર્યો ખેડૂત પર હુમલો - Attack on pressure relief on highway

કેશોદમાં દબાણો દૂર કરવા ખેડૂતોએ તંત્રને રજુઆત (farmer Attack in Junagadh) કરી હતી. પરતું તંત્ર પગલાં ભરે એ પહેલાં ભૂમાફિયાઓએ ધમકીઓ આપવાની શરૂ કરી. જેમાં ખેડૂત પર હુમલો થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. (relieve pressure in Keshod)

દબાણો દૂર કરવા તંત્રને રજુઆત કરતા ભૂમાફિયાઓએ કર્યો ખેડૂત પર હુમલો
દબાણો દૂર કરવા તંત્રને રજુઆત કરતા ભૂમાફિયાઓએ કર્યો ખેડૂત પર હુમલો

By

Published : Dec 21, 2022, 4:59 PM IST

જૂનાગઢ : કેશોદમાં આજે સવારે જેતપુર સોમનાથ બાયપાસ રોડ પર આવેલ મઢુલી હોટલ પાસેથી પોતાની વાડીએ જતાં નરોત્તમ કુંભાણીને રોકીને અમારાં વિરુદ્ધ અરજીઓ કેમ કરી છે. હવે અહીંથી કેમ નીકળો છો. એવું કહીને કાના ગરચર અને બાવન ગરચર ઉશ્કેરાઈને મૂઢમાર (farmer Attack in Junagadh) માર્યો હતો, ત્યારે રાડારાડ થતાં આસપાસના ખેડૂતો એકઠાં થઈ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. જ્યાં રજૂઆત કરતાં કેશોદ પોલીસ દ્વારા કાના ગરચર અને બાવન ગરચર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. (relieve pressure in Keshod)

આ પણ વાંચોIPS સામે જાતીય સતામણીનો કેસ દાખલ કરનાર મહિલા પર હુમલો, હાલત ગંભીર

શું છે સમગ્ર મામલોજૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પશ્ચિમ દિશામાં જેતપુર, સોમનાથ ફોરલેન નેશનલ હાઇવે રોડ પર બાયપાસ નજીક છાબડીયો નેસ આવેલો છે. આ વિસ્તારમાંથી કેશોદ, પીપળી, મોવાણા તરફ જવાનો રાજમાર્ગ આવેલો છે. જેનો વાહનચાલકો અને આસપાસના ખેતરોમાં આવતાં જતાં ખેડૂતો અને ખેતમજૂરો ઉપયોગ કરતાં હોય છે, ત્યારે આ રાજમાર્ગ પર આડેધડ દબાણો શરૂકરવામાં આવતા ખેડૂતો દ્વારા લેખિતમાં રજૂઆત જવાબદાર તંત્ર સમક્ષ કરી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની માંગણી કરી હતી. (Pressure on Keshod National Highway)

આ પણ વાંચોલોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત બે લોકોએ યુવાન પર કર્યો ઘાતકી હુમલો

ભયનો માહોલ મળતી માહિતી મુજબ કેશોદ શહેરમાંથી પીપળી ગામ જવા જુનો રસ્તો આવેલો છે. આ 60 ફૂટ પહોળો રસ્તો સીધો સાબડિયા નેસ નેશનલ હાઇ વે ને (Sabadia Ness National Highway) અડકે છે. આ જૂના રાજમાર્ગ તરીકે જાણીતો છે. આ રસ્તાં પર સાબડિયા નેસ નજીક અમુક શખ્સો દ્વારા પેશકદમી કરી ખેડૂતોને ખેતરે જવાનો રસ્તો બંધ કરી પાકા મકાન બનાવવા શરૂઆત કરવામાં આવી રહી છે. પરતું કેશોદ શહેરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા દાદાનું બુલડોઝર આવે તે પહેલાં જગેરકાયદેસર પેશકદમી વાળા ભૂમાફિયાઓ કાયદાની ઐસી તૈસી કરતા જોવા મળ્યા હતા. અપશબ્દો, ધાકધમકી આપી મારામારી કરી રહ્યા છે, ત્યારે આ વિસ્તારમાંથી પસાર થતાં વાહનચાલકો અને ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો છે. (Farmer attacked by trespassers in Keshod)

ABOUT THE AUTHOR

...view details