- કોરોનાને કારણે સોમનાથની ચોપાટી પ્રવાસીઓ વગરની જોવા મળી
- કોરોના સંક્રમણનું ગ્રહણ સોમનાથની ચોપાટી પર જોવા મળ્યું
- દેશ-વિદેશના લાખો પ્રવાસીઓથી ભરપૂર જોવા મળતી ચોપાટી પ્રવાસીઓ વિહોણી
જૂનાગઢ: કોરોના સંક્રમણ બાદ સૌથી મોટો ધક્કો પર્યટન ઉદ્યોગને લાગ્યો છે. ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર પર્યટન ઉદ્યોગ માટે સમગ્ર વિશ્વમાં પ્રચલિત છે, ત્યારે કોરોના સંક્રમણનો ખતરો ધીમે ધીમે ઓછો થતાં તબક્કાવાર પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા છે. તેમ છતાં પર્યટન ક્ષેત્રો હજુ પણ પ્રવાસીઓ વિહોણા જોવા મળી રહ્યા છે. સોમનાથમાં દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણને કારણે હજુ પણ સોમનાથની ચોપાટી પ્રવાસીઓ વિહોણી જોવા મળી રહી છે.