જૂનાગઢમાં સામાજિક સંસ્થાઓ આયુર્વેદિક ઉકાળાનું કરી રહી છે વિતરણ
કોરોના વાઈરસના ખતરાને પહોંચી વળવા જૂનાગઢની સામાજિક સંસ્થાઓ મેદાનમાં આવીને લોકોને વિનામૂલ્યે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરી રહી છે.
જૂનાગઢઃ કોરોના વાયરસનો ખતરો ધીરે ધીરે ગુજરાત પર હવે વધી રહ્યો હોય તે પ્રકારે વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે, ત્યારે જૂનાગઢના લોકો કોરોના વાઇરસથી સંક્રમિત ન બને તે માટે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આરોગ્યપ્રદ આયુર્વૈદિક ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
ગુજરાત પર કોરોના વાઇરસનો ખતરો હવે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો હોય તેવા દ્રશ્યો ચિંતાજનક રીતે જોવા મળી રહ્યા છે. જે પ્રકારે વાઇરસથી સંક્રમિત વ્યક્તિઓની સંખ્યામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન જે રીતે વધારો જોવા મળી રહ્યો છે તેને લઈને હવે સૌ કોઇ ચિંતીત બની રહ્યા છે, ત્યારે જૂનાગઢની સામાજિક સંસ્થાઓ પણ હવે કોરોના વાઈરસના ખતરાને પહોંચી વળવા મેદાનમાં આવી છે અને જૂનાગઢના લોકોને સંક્રમણથી બચાવવા વિનામૂલ્યે ઉકાળાનું વિતરણ પણ કરી રહી છે.