રવિવારે જૂનાગઢ મનપા માટે યોજવામાં આવેલું મતદાન રદ કરવાની માંગ રાજ્યના ચૂંટણી પંચ સમક્ષ કરવામાં આવી છે. જન જાગૃતિ કેન્દ્રના અધ્યક્ષ તુષાર સોજીત્રાએ ઈવીએમની સાથે વીવીપેટ નહીં જોડવામાં આવતાં મતદાનની નિષ્પક્ષતા સામે સવાલો ઉભા કરીને સમગ્ર મતદાન રદ કરવાની રાજ્યના ચૂંટણી પંચ સમક્ષ માંગ કરી છે.
જૂનાગઢ મનપાની ચૂંટણી રદ કરવા સામાજિક સંસ્થાએ કરી માંગ - Gujarati news
જૂનાગઢ: રવિવારે જૂનાગઢ મનપા માટે યોજાયેલું મતદાન રદ કરવાની સામાજિક સંસ્થાઓએ માંગ કરી છે. જન-જાગૃતિ કેન્દ્રના અધ્યક્ષ તુષાર સોજીત્રાએ ઈવીએમની સાથે વીવીપેટ નહીં જોડાતા મતદાન પર શંકા વ્યક્ત કરીને સમગ્ર મતદાનને રદ કરવાની માંગ કરી છે.

જુનાગઢ મનપા માટેના સામાન્ય મતદાનને લઇને હવે સામાજિક સંસ્થાઓ મતદાન પ્રક્રિયા પર શંકા વ્યક્ત કરીને સવાલો ઉભા કરી રહી છે. મતદાન પ્રક્રિયામાં ઈવીએમની સાથે વીવીપેટ નહીં જોડવામાં આવતા સમગ્ર મતદાન પ્રક્રિયા ન્યાયી અને નિષ્પક્ષ રીતે કરવામાં આવી હોય તેવુ નહીં જણાતા તુષાર સોજીત્રાએ રાજ્યના મુખ્ય ચૂંટણી પંચ સમક્ષ સમગ્ર પ્રક્રિયા રદ કરવાની માંગ કરી છે.
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાતથી જ જનજાગૃતિ કેન્દ્ર દ્વારા ઉમેદવારોને લઈને તેમનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વોર્ડ નંબર 11 માં વિકાસના કામો છેલ્લા પાંચ વર્ષમાં નહીં થતા સમગ્ર વિસ્તારના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. રવિવારે યોજાયેલા મતદાનમાં પણ સૌથી ઓછું મતદાન આ વોર્ડમાં નોંધાયું છે. ત્યારે ઈવીએમની સાથે વીવીપેટ નહીં જોડવાને લઈને હવે આ વિસ્તારના લોકો ચૂંટણી રદ કરવાની માંગ કરી રહ્યા છે.