- લીલી પરિક્રમા અને મેળો રદ થતાં નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા
- જૂનાગઢમાં આયોજિત મેળાઓ થકી વર્ષભરની કમાણી કરતા હોય છે નાના વેપારીઓ
- પરિક્રમા રદ થતાં નાના વેપારીઓ રોજગારી અને આવકને લઈને બન્યા ચિંતાતુર
જૂનાગઢઃ કોરોના વાઈરસને કારણે પરિક્રમા રદ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. ત્યારે પરિક્રમા રદ થતા જૂનાગઢમાં આયોજિત મેળાઓમાંથી નાના નાના વેપારીઓ વર્ષભરની કમાણી કરતા હોય છે. પરંતુ આ વર્ષે મેળો રદ કરવામાં આવતા પરિક્રમા સમયે જૂનાગઢમાં વેપાર માટે આવતા નાના વેપારીઓ ખૂબ જ આર્થિક સંકડામણમાં જોવા મળશે. પોતાના પરિવારના જીવન નિર્વાહનું આયોજન માત્ર મેળાઓ થકી થતી આવકને આધારિત હોય છે, આવી પરિસ્થિતિમાં પરિક્રમા બંધ રહેતા હવે નાના વેપારીઓ ચિંતામાં મુકાયા છે.
ગિરનારની પરિક્રમા રદ થતાં મેળા પર નિર્ભર નાના દુકાનદારો ચિંતિત ●કોરોનાને કારણે પરિક્રમા રદ થતાં નાના વેપારીઓ મુકાયા મુશ્કેલીમાંકોરોના સંક્રમણને કારણે આદી અનાદીકાળથી જૂનાગઢમાં ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા રદ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. જેની જાહેરાત શુક્રવારે જૂનાગઢ જિલ્લા કલેક્ટરે કરી હતી. ત્યારે પરિક્રમા રદ થતાં મેળા દરમિયાન નાની મોટી ચીજ વસ્તુઓનું વેચાણ કરીને રોજગારી મેળવતા નાના વેપારીઓની રોજગારી પર ગંભીર સવાલો ઉભા થયા છે. મેળો રદ થવાને કારણે જૂનાગઢ આવેલા કેટલાક નાના વેપારીઓ પોતાની રોજગારીને લઈને ખૂબ જ ચિંતિત અને વ્યથિત જોવા મળી રહ્યા છે. એક તરફ સતત વધતી મોંઘવારી અને બીજી તરફ આવક સદંતર બંધ થઇ જતાં નાના વેપારી પરિવારો આગામી દિવસોમાં ખૂબ મોટી આર્થિક સંકડામણમાં મુકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. ગિરનારની પરિક્રમા રદ થતાં મેળા પર નિર્ભર નાના દુકાનદારો ચિંતિત આ પણ વાંચોઃગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા અંતે કરવામાં આવી રદ્દ
● દર વર્ષે હજારો વેપારી મેળા દરમિયાન વર્ષભરની કરે છે કમાણી
દર વર્ષે ભવનાથમાં પાવનકારી લીલી પરિક્રમાનું આયોજન થતું હોય છે. આ પરિક્રમામાં સમગ્ર દેશ અને દુનિયામાંથી દસ લાખ કરતાં વધુ પરિક્રમાર્થીઓ ભાગ લેતા હોય છે. આટલી મોટી સંખ્યામાં આવતા પરિક્રમાર્થીઓને કારણે ભવનાથમાં નાના-મોટા મળીને કુલ હજાર કરતાં વધુ વેપારીઓ પરિક્રમાના મેળા દરમિયાન વેપાર-ધંધા થકી પોતાના પરિવારનું નિર્વહન થઈ શકે તે માટે રોજગારી અને આર્થિક વળતર મેળવતા હોય છે. પરંતુ આ વર્ષે પરિક્રમાનો મેળો રદ થઈ જતા હજાર કરતાં વધુ નાના અને મધ્યમ વેપારીઓના નિર્વહન પર ખૂબ મોટું સંકટ ઘેરાઈ રહ્યું છે.
ગિરનારની પરિક્રમા રદ થતાં મેળા પર નિર્ભર નાના દુકાનદારો ચિંતિત ●ભાતીગળ પરીક્રમાનો મેળો રોજગારીનું ઉમદા આયોજનપરિક્રમાના મેળાને ભાતીગળ મેળામાં સમાવેશ કરવામાં આવે છે. આ મેળામાં ગ્રામ્ય સંસ્કૃતિ વધુ ઉજાગર થતી હોય છે. જેમાં ભાગ લેવા માટે મોટાભાગના યાત્રિકો ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોય છે. ત્યારે આ વિસ્તારમાંથી આવેલા યાત્રિકો નાની નાની ચીજ વસ્તુઓ અને ખાસ કરીને સ્થાનિક સ્તરે ઉત્પાદિત થયેલી વસ્તુઓ લેવાનો આગ્રહ રાખતા હોય છે. ત્યારે આવી વસ્તુનું વેચાણ નાના નાના વેપારીઓ વર્ષોથી કરી રહ્યા છે. જેના થકી તેવો પોતાના પરિવારનું નિર્વહન કરી શકે તે પ્રકારની રોજગારી પણ મેળવતા હતા, પરંતુ પરિક્રમાનો મેળો રદ થતાં હવે આવા વેપારીઓની સામે આર્થિક સંકટ ઊભું થતું જોવા મળી રહ્યું છે. છેલ્લા આઠ મહિનાથી નાના વેપારીઓ બેરોજગાર બની રહ્યા હતા, ત્યારે પરિક્રમાનો મેળો રદ થતાં તેઓની વધુ સમય માટે બેરોજગાર રહે તેવું બની શકે છે. ગિરનારની પરિક્રમા રદ થતાં મેળા પર નિર્ભર નાના દુકાનદારો ચિંતિત