ગુજરાત

gujarat

By

Published : May 12, 2021, 2:31 PM IST

ETV Bharat / state

છેલ્લા એક વર્ષથી એક પણ રજા લીધા વગર કોરોના સંક્રમિત વોર્ડમાં કામ કરી રહ્યા છે સિસ્ટર ઉષાબેન નાગાણી

આજે નર્સિંગ દિવસ છે, ત્યારે કોરોના જેવા સંક્રમિત કાળમાં પણ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં પાછલા 21 વર્ષથી સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી ઉષાબેન નાગાણીએ છેલ્લા એક વર્ષમાં એક પણ રજા લીધા વગર કોરોના વોર્ડમાં સતત ફરજ અદા કરી છે. તેમની ફરજ વચ્ચે તેઓ અને તેમની પુત્રી પણ કોરોના સંક્રમિત થયા હતા. પરંતુ આજે ફરી એક વખત ઉષાબેન નાગાણી કોરોના દર્દીઓની સેવા કરવા માટે કોરોના વોર્ડમાં સતત કામ કરી રહ્યા છે.

છેલ્લા એક વર્ષથી એક પણ રજા લીધા વગર કોરોના સંક્રમિત વોર્ડમાં કામ કરી રહ્યા છે સિસ્ટર ઉષાબેન નાગાણી
છેલ્લા એક વર્ષથી એક પણ રજા લીધા વગર કોરોના સંક્રમિત વોર્ડમાં કામ કરી રહ્યા છે સિસ્ટર ઉષાબેન નાગાણી

  • દર્દીઓની સેવા કરતા સિસ્ટર ઉષા નાગાણી અને તેમની પુત્રી પણ થયા કોરોના સંક્રમિત
  • આજે રાજ્યમાં નર્સિંગ દિવસની ઉજવણી થઇ રહી છે
  • 21 વર્ષથી ફરજ બજાવતા ઉષાબેન એ પાછલા એક વર્ષથી એક પણ રજા લીધા વિના ફરજ બખૂબી નિભાવી

જૂનાગઢઃ આજે નર્સિંગ દિવસની ઉજવણી થઈ રહી છે. કોરોના જેવા સંક્રમિત કાળમાં નર્સિંગ વિભાગમાં કામ કરવું તે ખૂબ જ મુશ્કેલ આજે પણ માનવામાં આવે છે. આજથી એક વર્ષ અગાઉ જ્યારે કોરોનાનું સંક્રમણ પ્રથમ વખત જોવા મળ્યું હતું, ત્યારે તમામ વર્ગમાં કોરોના સંક્રમણનો ડર અને ભય સ્પષ્ટ જોવા મળતો હતો.

છેલ્લા એક વર્ષથી એક પણ રજા લીધા વગર કોરોના સંક્રમિત વોર્ડમાં કામ કરી રહ્યા છે સિસ્ટર ઉષાબેન નાગાણી

આ પણ વાંચોઃદર્દીઓને જીવનઆપનારી દુનિયાની તમામ નર્સોને સમર્પિત છે આજનો દિવસ

સંક્રમિત દર્દીઓની સારવાર કરવી પણ ખૂબ જ કઠિન અને મુશ્કેલ માનવામાં આવે છે

કોરોનાના ભયની વચ્ચે સંક્રમિત દર્દીઓની સારવાર કરવી પણ ખૂબ જ કઠિન અને મુશ્કેલ માનવામાં આવે છે. આવા કટોકટી ભર્યા અને વિપરીત સમયમાં પણ નર્સિંગ સ્ટાફે જે મહેનતથી સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સેવા કરી છે, તે માનવતાને પ્રજ્જવલીત કરી રહ્યું છે. આવો જ એક કિસ્સો જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતા ઉષાબેન નાગાણીનો આજે આંખ સમક્ષ તરવરી આવ્યો છે.

છેલ્લા એક વર્ષથી એક પણ રજા લીધા વગર કોરોના સંક્રમિત વોર્ડમાં કામ કરી રહ્યા છે સિસ્ટર ઉષાબેન નાગાણી

ઉષાબેન નાગાણી સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ સાથે કામ કરી રહ્યા છે

ઉષાબેન નાગાણી આજથી 21 વર્ષ અગાઉ સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકેની સેવાઓમાં જોડાયા હતા. ત્યારથી લઈને આજદિન સુધી તેઓ સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ સાથે કામ કરી રહ્યા છે. પરંતુ છેલ્લા એક વર્ષથી સતત વધી રહેલા કોરોના સંક્રમણ કાળની વચ્ચે તેઓ એક પણ રજા મૂક્યા વગર સતત કોરોના સંક્રમિત દર્દીઓના વોર્ડમાં કામ કરી રહ્યા છે. આ સમય દરમિયાન તેઓ અને તેમની પુત્રી પણ સંક્રમિત થયા હતા.

છેલ્લા એક વર્ષથી એક પણ રજા લીધા વગર કોરોના સંક્રમિત વોર્ડમાં કામ કરી રહ્યા છે સિસ્ટર ઉષાબેન નાગાણી

હોસ્પિટલમાં આવતા દર્દી હસતા મોઢે ડિસ્ચાર્જ થાય તે માટે સતત 18 ક્લાક કરે છે કામ

મક્કમ મનોબળના ઉષાબેન નાગણી અને તેમની પુત્રીને સાથે કોરોના સંક્રમણને માત આપવામાં સફળતા મળી હતી અને આજે માત્ર કોરોના સંક્રમિત વોર્ડમાં જ સિસ્ટર તરીકેની સેવાઓ ફરી પાછા આપી રહ્યા છે. ઉષાબેન સતત કોરોના સંક્રમિત દર્દીઓની સાથે કામ કરી રહ્યા છે અને તેઓ જણાવી રહ્યા છે કે, અહીં આવતા પ્રત્યેક દર્દી હસતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થાય તે માટે તેઓ સતત 18 કલાક કામ કરી રહ્યા છે.

છેલ્લા એક વર્ષથી એક પણ રજા લીધા વગર કોરોના સંક્રમિત વોર્ડમાં કામ કરી રહ્યા છે સિસ્ટર ઉષાબેન નાગાણી

આ પણ વાંચોઃઅમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં 1,574 નર્સિંગ સ્ટાફ સતત દર્દીઓની સેવામાં તહેનાત

કોરોના સંક્રમિત દર્દીઓને સ્વસ્થ કરવા માટે કોઇ પણ કામગીરી નિભાવશે ઉષાબેન

ઉષાબેન નાગાણી આગામી દિવસોમાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે, કોઈપણ પ્રકારની ફરજ કોરોના સંક્રમિત દર્દીઓને સ્વસ્થ કરવા માટે આપવામાં આવે તો તેનો સ્વિકાર કરવાની તૈયારી પણ દર્શાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details