ગુજરાત

gujarat

ETV Bharat / state

બાલકનાથ બાપુની પ્રતિમાના નામકરણ પ્રસંગે હરિયાણા પંજાબ અને હિમાચલથી આવ્યું શિખ સમુદાય - Sikh community

જૂનાગઢના ભવનાથમાં જાબ હરિયાણા અને હિમાચલના શીખ સમુદાયના સેવકોએ(Sikh community of Himachal Pradesh) શોભાયાત્રા કાઢવામાં આવી હતી. બે દિવસ ધાર્મિક કાર્યક્રમમાં બાલકનાથ બાપુની પ્રતિમાનું આવરણ કરવામાં આવશે.

બાલકનાથ બાપુની પ્રતિમાના નામકરણ પ્રસંગે હરિયાણા પંજાબ અને હિમાચલથી આવ્યું શિખ સમુદાય
બાલકનાથ બાપુની પ્રતિમાના નામકરણ પ્રસંગે હરિયાણા પંજાબ અને હિમાચલથી આવ્યું શિખ સમુદાય

By

Published : Dec 6, 2022, 6:41 PM IST

જૂનાગઢના ભવનાથમાં આવેલા રુપાયતન બની રહેલા બાલકનાથ બાપુના મંદિરમાં ગુરુદત્તાત્રે દેવાધિદેવ મહાદેવ અને બાલકનાથ બાપુની પ્રતિમાના સ્થાપન(Installation of statue of Balaknath Bapu) પ્રસંગે આજે જૂનાગઢના ભવનાથમાં પંજાબ હરિયાણા અને હિમાચલના શીખસમુદાયના સેવકોએ શોભા યાત્રા કાઢી હતી. જેમાં મોટી સંખ્યામાં સેવકોએહાજર રહીને મૃગીકુંડમાંથી પવિત્ર જળનું સ્થાપન કરી મંદિર પરિસર સુધી લઈ ગયા હતા.આગામી બે દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમમાં બાલકનાથ બાપુની પ્રતિમાનું આવરણ કરાશે.

બાલકનાથ બાપુની પ્રતિમાના નામકરણ પ્રસંગે હરિયાણા પંજાબ અને હિમાચલથી આવ્યું શિખ સમુદાય

મંદિરની સ્થાપનાજૂનાગઢના ભવનાથમાં રૂપાયતન નજીક શિખ સમુદાય દ્વારા બાબા બાલકનાથના મંદિરનો(Volunteers of Balaknath) નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. તે પ્રસંગે આજે ભવનાથની ગીરી તળેટીમાં પંજાબ હરિયાણા અને હિમાચલ પ્રદેશના શિખ સમુદાયના(Sikh community of Himachal Pradesh) સેવકોએ હાજર રહીને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે ધાર્મિક શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં પંજાબ સહિત હરિયાણા અને હિમાચલ પ્રદેશમાંથી બાબા બાલકનાથના સ્વયંસેવકોએ હાજર રહીને મંદિર અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી હતી. આ પ્રસંગે કાઢવામાં આવેલી શોભાયાત્રામાં ક્ષેશિખ સમુદાયના લોકો જોડાયા હતા અને ભવનાથ મહાદેવના દર્શન કરીને શોભાયાત્રા મંદિર નિર્માણ સ્થળ રૂપાયતન નજીક બાબા બાલકનાથ મંદિરે પહોંચી હતી.

ભક્ત હતા બાબા બાલકનાથબાબા બાલકનાથનો ધાર્મિક ઇતિહાસ ગિરનાર પરીક્ષ ક્ષેત્રના અધિષ્ઠાતા દેવ તરીકે પૂજાઈ રહેલા ગુરુ દત્તાત્રે સાથે જોડાયેલો છે. આજની શોભાયાત્રામાં પંજાબ થી આવેલા રાજેન્દ્રસિંહ અને નરેશ શર્મણે ઈટીવી ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે બાબા બાલકનાથે ગુરુદત્તાત્રે પાસેથી શિક્ષા અને દીક્ષા ગ્રહણ કરી હતી. ત્યારબાદ તેઓ વધુ તપસ્ચર્યા માટે હિમાલયના પર્વત વિસ્તારમાં પહોંચી ગયા હતા ત્યારે જે સ્થળ પર બાબા બાલકનાથે દીક્ષા અને શિક્ષા પ્રાપ્ત કરી છે. તેવી ભાવનાથી ગીરી તળેટીમાં તેમનું મંદિર અને પ્રતિમાનું પ્રાણ પ્રતિષ્ઠા થાય તે ખૂબ જરૂરી હતું. તેને લઈને આજે બાબા બાલકનાથ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો ધાર્મિક કાર્યક્રમ શરૂ કરાયો છે. જે ગુરુદત્તાત્રે જયંતી ના દિવસે પરિપૂર્ણ થશે આ કાર્યક્રમમાં સામેલ થવા માટે તેઓને જે અહોભાગ્ય પ્રાપ્ત થયું છે તેનાથી તેઓ ગદગતિ થઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details