જુનાગઢ : મહાશિવરાત્રી પર્વમાં ભવનાથ ગીરી તળેટીમાં (Mahashivratri Melo at Bhavnath Taleti) આવેલા ભવનાથ મહાદેવ મંદિર પરિસરમાં જોવા મળતા મૃગી અને દામોદર કુંડ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વના માનવામાં આવે છે. આ સિવાય ગિરનાર કમંડળ અને દામોદર કુંડની નજીક આવેલો રેવતી કુંડ પણ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વના માનવામાં આવે છે. મહાશિવરાત્રીને મહાપર્વમાં દામોદર અને મૃગીકુંડમાં વિશેષ ધાર્મિક મહત્વ ધર્મગ્રંથોમાં આલેખવામાં આવ્યું છે.
ભવનાથ તળેટીમાં આવેલા દામોદર અને મૃગીકુંડનું મહત્વ મૃગીકુંડમાં સ્નાન
મહાશિવરાત્રી પર્વના પ્રથમ દિવસે દામોદર કુંડના પવિત્ર જળ વડે દેવાધિદેવ ભવનાથ મહાદેવને જળાભિષેક કરીને મહાશિવરાત્રીના પર્વની શુભ શરૂઆત થતી હોય છે. તેમજ અંતિમ દિવસે મૃગીકુંડમાં સ્નાન(Significance of Damodar Kund and Mrigi Kund) કરીને આ મહાપર્વની સમાપન થતું હોય છે.
આ પણ વાંચોઃMahashivratri 2022: ભવનાથના મેળામાં આવેલા નાગા સંન્યાસીની અનોખી પાઘડી બની આકર્ષણનું કેન્દ્ર
મહાદેવ સ્વયં આવતા હોવાની છે ધાર્મિક માન્યતા
મહાશિવરાત્રી પર્વના અંતિમ દિવસે મધ્ય રાત્રીએ નાગા સંન્યાસીઓની રવેડી (Mahashivratri Procession of Naga Hermits) કાઢવામાં આવે છે. જેમાં નાગા સંન્યાસીઓ ખૂબ ધાર્મિક ઉત્સાહ સાથે ભાગ લેતા હોય છે. અને મધ્ય રાત્રીના સમયે નાગા સંન્યાસીઓ ભવનાથ મહાદેવ મંદિરમાં આવેલા મૃગી કુંડમાં આસ્થાની ડૂબકી લગાવીને મહા શિવરાત્રીના પર્વેનું (Mahashivratri Melo) સમાપન કરતાં હોય છે. પ્રાચીન ધાર્મિક માન્યતા મુજબ નાગા સંન્યાસીઓની રવેડીમાં દેવાધિદેવ મહાદેવ સ્વયં નાગા સન્યાસીનું રૂપ ધારણ કરીને રવેડીમાં સામેલ થાય છે. તેમની સાથે શાહી સ્નાનમાં ભાગ લઈને મૃગીકુંડ મારફત પાતાળલોક પરત ફરે છે. જેથી મૃગીકુંડમાં ધાર્મિક અને વિશેષ મહત્વ હિન્દુ ધર્મગ્રંથોમાં આલેખવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃMahashivratri Melo 2022 : જૂનાગઢમાં 'હર હર મહાદેવ'ના નાદ સાથે મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ
દામોદર કુંડનું મહત્વ
ગિરનારના સાનિધ્યમાં આવેલા દામોદર કુંડ પણ ધાર્મિક મહત્વ ધરાવે છે. પ્રાચીન ધાર્મિક વાયકા મુજબ અહીં ભગવાન શ્રી કૃષ્ણનું પિંડદાન કરવામાં આવ્યું હોવાના માન્યતા છે. તો બીજી તરફ પ્રત્યેક વ્યક્તિ પોતાના સ્વજનના મોક્ષ માટે દામોદર કુંડમાં (Importance of Bathing in Damodar Kund) ધાર્મિક વિધિ કરવા માટે પણ આવતા હોય છે. પરંતુ મહાશિવરાત્રિના મેળાની શરૂઆત થતા પૂર્વે જ દામોદર કુંડના પવિત્ર જળથી દેવાધિદેવ ભવનાથ મહાદેવ પર અભિષેક કરવામાં આવે છે અને ત્યારબાદ મહાશિવરાત્રીનું મહાપર્વ શરૂ થતું હોય છે.