જુનાગઢ:મૂળ આફ્રિકાનું ગોત્ર (A tribe originally from Africa) ધરાવતા અને પાછલી આઠ સદીથી ભારત અને ગુજરાતમાં રહેતા સિદ્દી આદિવાસીઓ (The Siddi tribals) આજે પણ સરકારી ઉદાસીનતાનો ભોગ બની રહ્યા (suffering from government indifference) છે. નવાબી કાળના શાસનમાં (During the Nawabi period) જુનાગઢમાં આફ્રિકાથી આવેલા સીદ્દી આદિવાસી જૂનાગઢ અને ગીર સોમનાથમાં (came from Africa came to Junagadh) મજૂરી અર્થે આવ્યા હતા અને ત્યારબાદ અહીં સ્થાયી થયા છે પરંતુ પાછલા 30 વર્ષ કરતાં વધુ સમયથી આંગળીને વેઢે ગણી શકાય તેટલા સીદ્દી આદિવાસીઓના ગામમાં આજે પણ વિકાસ દીવા સ્વપ્ન બની રહ્યો છે. મત લેવા માટે આવતા નેતાઓ મત મેળવીને ફરી એક વખત સીદ્દી આદિવાસીઓને દીવા તળે અંધારું સમાન માનીને તેને ફરી એક વખત છેતરવા માટે આવી રહ્યા છે તેવો ગર્ભિત ઈશારો સીદ્દી આદિવાસીઓએ કર્યો છે
આઠ સદીથી સિદ્દી આદિવાસીઓ છે ગુજરાતમાં:મૂળ આફ્રિકાનું ગોત્ર ધરાવતા સીદ્દી આદિવાસીઓ પાછલી આઠ સદીથી ભારત અને ત્યારબાદ ગુજરાતમાં સ્થાઈ નિવાસ કરી રહ્યા છે જૂનાગઢમાં નવાબીકાળના શાસન દરમિયાન સીદ્દી આદિવાસીઓને જૂનાગઢ જિલ્લાના ગીર વિસ્તારમાં મજૂરી અને જંગલમાં લોકોની રખેવાળી તેમજ વન્ય પ્રાણી નું રક્ષણ થાય તે માટે નવાબ દ્વારા બોલાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ સિદ્દી આદિવાસીઓ આજે જૂનાગઢના ગીર કાંઠાના ગામો અને પોતાનું અસલ વતન બનાવી પાછલી એક સદીથી વસવાટ કરી રહ્યા છે 850 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતા સિદ્દી આદિવાસીઓ જુનાગઢમાં નવાબી શાસન દરમિયાન અહીં સ્થાઈ થયા હોવાનું માનવામાં આવે છે મૂળ આફ્રિકન સંસ્કૃતિ થી ભરેલા આ સિદ્દી આદિવાસીઓ આજે ગૌરવવંતી ગુજરાતીને પોતાની સાચી માતૃભૂમિ માની રહ્યા છે
સરકારની ઉદાસીનતા: નવાબી શાસન દરમિયાન ગીર કાંઠાના ગામો જાંબુર,શિરવાણ, માધુપુર અને તાલાલા વિસ્તારના ચાર જેટલા ગામોમાં સીદ્દી આદિવાસીઓના 400 જેટલા પરિવારો આજે કાયમી વસવાટ કરી રહ્યા છે. જેની વસ્તી અંદાજિત 10,000 ની આસપાસ થવા જાય છે. પાછલી એક સદી કરતાં વધારે સમયથી ગીર કાંઠાના વિસ્તારમાં સ્થાયી થયેલા સિદ્દી આદિવાસીઓ આજે આફ્રિકન સંસ્કૃતની કદ અને કાઠી ધરાવે છે..પરંતુ ભારતને પોતાની માતૃભૂમિ માની રહ્યા છે અને આવનારી તેની તમામ પેઢીઓ ભારતની માતૃ ભૂમિમાં જ જોવા મળશે તેવી ખુમારી સાથેનો હુંકાર પણ કરી રહ્યા છે. 400 પરિવાર અને દસ હજાર જેટલી વસ્તી ધરાવતા સીદ્દી આદિવાસીઓ આજે પણ રાજ્ય સરકારની ઉદાસીનતાનો ભોગ બની રહ્યા છે. પાછલા 30 વર્ષ કરતાં વધુ સમયથી સીદ્દી આદિવાસીઓના ગામોમાં નોંધપાત્ર અને માળખાકીય કહી શકાય તેવી એક પણ સુવિધાઓ જોવા મળતી નથી. પાછલા અનેક દસકાથી સીદી સમાજ પોતાનો હક અને સુવિધાઓની માંગણી કરી રહ્યા છે પરંતુ સરકાર દ્વારા હજુ સુધી તેમની માંગણીઓ પ્રત્યે નજર સુદ્ધા કરવામાં આવી નથી.