ગુજરાત

gujarat

ETV Bharat / state

ભવનાથમાં મહાશિવરાત્રી મેળાનો આજથી શુભારંભ, ગિરિ તળેટીમાં હર હર મહાદેવનો નાદ - હર હર મહાદેવ

જૂનાગઢની ગિરિ તેળેટીમાં આજથી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થશે. ભક્તો મોટી સંખ્યામાં આ મેળામાં ભાગ લઇને મહાદેવના દર્શન કરી તેવી શક્યતાઓ છે. ભવનાથની ગિરિ તળેટી હર હર મહાદેવના નાદથી ગૂંજશે. વહેલી સવારે ધ્વજારોહણ સાથે શિવરાત્રી મેળાનો શુભારંભ થશે.

shivratri
ભવનાથ

By

Published : Feb 17, 2020, 8:12 AM IST

Updated : Feb 17, 2020, 9:18 AM IST

જૂનાગઢ: પ્રાચીન કાળથી યોજાતા આવતા આ મેળાની સાથે ધાર્મિક ભાવનાઓ પણ જોડાયેલી છે. જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતી ગગન વિહાર કરી રહ્યાં હતા. ત્યારે માં પાર્વતીનું સફેદ વસ્ત્ર આ ભૂમિ પર પડ્યું હતું અને તેને લેવા માટે ભગવાન શિવનું આ ધરતી પર અવતરણ થયું હતું, ત્યારથી આ જગ્યાને વસ્ત્રાપથેશ્વર એટલે કે, ભવનાથ મહાદેવ તરીકે ઓળખાય છે.

ગિરિ તળેટી હર હર મહાદેવના નાદથી ગૂંજશે

સોમવાર અને નોમના દિવસે ભવનાથ મહાદેવ પર ધ્વજારોહણ કરીને આ મેળાને વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવશે. ત્યારે આ મેળાનું આકર્ષણ અને શિવના સૈનિક એવા નાગા સંન્યાસીઓનું ભવનાથ તળેટીમાં આગમન થઈ રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રી મેળા દરમિયાન સમગ્ર દેશમાંથી ભગવાન શિવના સૈનિકો અહીં હાજરી આપીને શિવરાત્રીના મેળામાં ઘુણા ધખાવી અલખના ઓટલે પાંચ દિવસ સુધી ભગવાન શિવની આરાધના કરતાં જોવા મળશે.

ભવનાથમાં મહાશિવરાત્રી મેળાનો આજથી શુભારંભ

આ મેળામાં ભાગ લેવા દેશના વિવિધ ભાગોમાંથી જુદા જુદા અખાડાઓના સાધુ-સંતો સહિત દિગમ્બર સાધુઓનું આગમન શરૂ થઈ ગયુ છે અને ભવનાથ તળેટી વિસ્તારમાં ઠેક ઠેકાણે પોતાની નિશ્ચિત જગ્યાઓમાં અલખની ધૂણી ધખાવી શિવતત્વને પામવા સાધના-ભક્તિ કરતાં જોવા મળી રહ્યાં છે.

ગિરિ તળેટી હર હર મહાદેવના નાદથી ગૂંજશે
Last Updated : Feb 17, 2020, 9:18 AM IST

ABOUT THE AUTHOR

...view details