ગુજરાત

gujarat

ETV Bharat / state

રાષ્ટ્રીય એકતા અને સામાજિક સંસ્કારોના સંદેશ સાથે શિવરાત્રી મેળાનો નિમંત્રણ પાઠવતા શેરનાથબાપુ

આગામી શિવરાત્રીનાં મેળાને લઇને ભવનાથની ગીરી તળેટીમાં ધીમે ધીમે મેળાનો માહોલ બનતો જાય છે. દેશ અને દેશાવરના સાધુ સંતો પણ ભવનાથ તળેટી તરફ આવી રહ્યા છે, ત્યારે ગૌરખનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુએ સનાતન હિન્દુ સંસ્કૃતિના આ ધાર્મિક ઉત્સવોમાં વધારવા માટે સમગ્ર દેશવાસીઓને આજે નિમંત્રણ પાઠવ્યું છે.

રાષ્ટ્રીય એકતા અને સામાજિક સંસ્કારોના સંદેશ સાથે શિવરાત્રી મેળાનો નિમંત્રણ પાઠવતા શેરનાથબાપુ
રાષ્ટ્રીય એકતા અને સામાજિક સંસ્કારોના સંદેશ સાથે શિવરાત્રી મેળાનો નિમંત્રણ પાઠવતા શેરનાથબાપુ

By

Published : Feb 8, 2020, 3:56 PM IST

જૂનાગઢ : આગામી ૧૭મી ફેબ્રુઆરીએ મહા શિવરાત્રિના મેળાનું જૂનાગઢમાં ધાર્મિક આયોજન થવા જઈ રહ્યું છે. આદિ-અનાદિ કાળથી ભવનાથની ગીરી તળેટી શિવરાત્રીના મેળાની યજમાનની કરતી આવી છે. આ વર્ષે પણ ગીરી તળેટી વધુ એક વખત ધાર્મિક ઉલ્લાસ સાથે આ મેળાના આયોજનને લઇને થનગની રહી છે, ત્યારે મેળાની તૈયારીનો ધીમા પગલે શરૂઆત થતી જોવા મળી રહી છે. સમગ્ર દેશમાંથી સાધુ-સંતો ગીરી તળેટી તરફ આવી રહ્યા છે. ધીમે ધીમે મેળાનો માહોલ બનતો જાય છે અને આગામી થોડા દિવસોમાં ગીરી તળેટી શિવના સૈનિકોથી ઉભરાતી જોવા મળશે.

રાષ્ટ્રીય એકતા અને સામાજિક સંસ્કારોના સંદેશ સાથે શિવરાત્રી મેળાનો નિમંત્રણ પાઠવતા શેરનાથબાપુ
શિવરાત્રિના મેળાને લઈને ગુરુ ગોરખનાથ આશ્રમના ગાદીપતિ શેરનાથબાપુએ તમામ ધર્મ અને કોમના લોકોને મેળામાં સામેલ થવા માટે નિમંત્રણ પાઠવ્યું છે. શેરનાથ બાપુ એ રાષ્ટ્રીય એકતા અને સંસ્કારોને ઉજાગર કરતી હિંદુ સંસ્કૃતિનો મેળાવળો વધુ દિવ્ય બને તેના માટે સૌ કોઈને મેળામાં આવવા માટેનું ધાર્મિક નિમંત્રણ પાઠવ્યું છે. આદી અનાદીકાળથી હિંદુ સનાતન સંસ્કૃતિની રખેવાળી કરતા શિવના સૈનિકો આ મેળાનું ખાસ આકર્ષણ હોય છે. જેને લઇને પણ આ મેળો સમગ્ર વિશ્વમાં જાણીતો થયો છે, ત્યારે આગામી શિવરાત્રીના મેળામાં આવવા માટે શેરનાથ બાપુ એ સમગ્ર ભારત વર્ષના તમામ ધર્મ અને કોમના લોકોને આજે આમંત્રણ પાઠવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details