ગુજરાત

gujarat

ETV Bharat / state

માંગરોળ તાલુકામાં કોંગ્રેસનો ગઢ ધરાસાયી : લઘુમતી સમાજનું શેખપુર ગામ ભાજપમાં જોડાયું - Sheikhpur Village

આગામી સમયમાં જિલ્લા પંચાયત/તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જે પૂર્વે માંગરોળ તાલુકામાં કોંગ્રેસનું ગઢ ગણાતું ગામ શેખપુર કે જ્યાં ફકત લઘુમતી સમાજની જ 2500થી વધુ વસ્તી છે અને 1500થી વધુ મતદારો છે. જે શેખપુર ગામ આખે આખું ગામ ભાજપમાં જોડાઇ જવાથી કોંગ્રેસમાં સોંપો પડી ગયો છે.

શેખપુર ગામ
શેખપુર ગામ

By

Published : Feb 7, 2021, 6:34 PM IST

  • માંગરોળ તાલુકામાં કોંગ્રેસનો ગઢ ધરાસાયી
  • લઘુમતી સમાજનું આખું ગામ શેખપુર ભાજપમાં જોડાય ગયું
  • સાંસદ રાજેશભાઈ ચુડાસમાની હાજરીમાં લઘુમતી સમાજમાં કેસરીયો લહેરાયો

જૂનાગઢ : જિલ્લા પંચાયત સીટમાં સમાવિષ્ટ હુસેનાબાદ તાલુકા પંચાયત સીટમાં હુસેનાબાદ, શેખપુર, શેપા, ચોટલી વીડી ગામોનો સમાવેશ થાય છે. જેમાં શેખપુર ગામમાં ફકત સંધી મુસ્લીમ સમાજની જ વસ્તી છે. આ ગામ કોંગ્રેસનું ગઢ ગણાતું હતું, પરંતુ આ વિસ્તારના લોકપ્રિય સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા મહામંત્રી ભગવાનજી કરગટીયા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સેજાભાઈ કરમટા અને રામભાઈ કરમટા, જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ હુસેનભાઈ દલ, જિલ્લા સંધી મુસ્લીમ સમાજના પ્રમુખ કારાભાઈ સાંધ અને માંગરોળ તાલુકા ભાજપના હોદેદારોના પ્રયત્નોથી તથા ભાજપ સરકારની વિકાસલક્ષી કામગીરીથી પ્રેરાઇને શેખપુર ગામનાં સરપંચ હાસમભાઈ ખેભર અને શેખપુર ગામના મુસ્લીમ સમાજના પ્રમુખ જુસબભાઈ ખેભર તથા અકબરભાઈ ખેભર વગેરે આગેવાનો સહિત ગ્રામ પંચાયતની આખી બોડી અને શેખપુર આખું ગામ રવિવારના રોજ સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ભગવાનજીભાઈ કરગટીયા, હુસેનભાઈ દલ, કારાભાઈ સાંધ, રામભાઈ કરમટા વગેરે આગેવાનોના હાથે કેસરી ખેસ ધારણ કરી ભાજપમાં જોડાય જતાં માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લઘુમતી સમાજમાં કેશરીયો લહેરાયો છે.

લઘુમતી સમાજનું શેખપુર ગામ ભાજપમાં જોડાયું

તાલુકા ભાજપના મુખ્ય આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા

શેખપુર ગામ ખાતે રવિવારના રોજની બેઠકમાં સાંસદ રાજેશ ચુડાસમા, ભગવાનજી કરગટીયા, રામ કરમટા, હુસેન દલ, માનસીંગભાઈ ડોડીયા, શેખપુરના રફિકભાઈ ખેભર વગેરેએ પ્રાસાંગીક પ્રવચનો કર્યા હતા. બેઠકનું સંચાલન તાલુકા ભાજપ મહામંત્રી બાલુભાઈ કોડીયાતરે કર્યું હતું. આ બેઠકમાં તાલુકા ભાજપ પ્રમુખ દાન બાલસ, તાલુકા મહામંત્રી બાલુભાઈ કોડીયાતર અને પરબતભાઈ જોટવા, જિલ્લા અનુસુચિત જનજાતિ મોરચાના મહામંત્રી દાનાભાઈ ખાંભલા, જિલ્લાના પૂર્વ ઉપપ્રમુખ માનસીંગભાઈ ડોડીયા, અવસર વાળા હુસેનભાઈ દલ, હબીબભાઈ દલ, રફિકભાઈ દલ, અકબરભાઈ ખેભર, લાખા સાહેબ, શેખપુરના સરપંચ હાસમભાઈ ખેભર સહીતના શેખપુર ગામના આગેવાનો તેમજ તાલુકા ભાજપના મુખ્ય આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details