ગુજરાત

gujarat

ETV Bharat / state

કેશોદમાં આજથી શાકંભરી નવરાત્રી મહોત્સવની ઉજવણી શરૂ - Shakambari Navratri festival in Keshod

જૂનાગઢના કેશોદમાં વાઘેશ્વરી માતાજીના મંદિરે આજથી (Keshod Vagheshwari Mataji) શાકંભરી નવરાત્રી મહોત્સવની ઉજવણી શરૂ કરવામાં આવી છે. જેમાં તાલુકામાંથી અને બહારગામથી ભાવિકો ભક્તો બહોળી સંખ્યામાં માતાજીના દર્શને આવતા હોય છે. (Shakambari Navratri festival in Keshod)

કેશોદમાં આજથી શાકંભરી નવરાત્રી મહોત્સવની ઉજવણી શરૂ
કેશોદમાં આજથી શાકંભરી નવરાત્રી મહોત્સવની ઉજવણી શરૂ

By

Published : Dec 31, 2022, 6:09 PM IST

જૂનાગઢ : આમ, ગુજરાતમાં આસ્થાને લઈને નવરાત્રીના ઘણા પ્રકાર છે, ત્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં વાઘેશ્વરી માતાજીના મંદિરે છેલ્લાં પંદર વર્ષથી શાકંભરી નવરાત્રી મહોત્સવ ઉજવવામાં (Keshod Vagheshwari Mataji) આવે છે. આજે પોષ સુદ આઠમને લઈને શાકંભરી દેવીનો નવરાત્રી મહોત્સવ પ્રારંભ થયો છે. (Shakambari Navratri festival in Keshod)

આ પણ વાંચોભટકેલ ભોળા બાળને ભગવતી ભવ તાર જે : માંના દરબારમાં નવલી નવરાત્રી

શાકંભરી નવરાત્રીનું મહત્વ બીજી બધી નવરાત્રી એકમથી શરૂ થાય છે, ત્યારે શાકંભરી નવરાત્રી મહોત્સવ આઠમથી શરૂ થાય. પૂનમ સુધી ચાલશે. પૂનમના દિવસેમાં શાકંભરીનો જન્મ થયો હતો. શાકભાજી અને ફળોના અધિષ્ઠાતા દેવી ધરતી પર લીલા શાકભાજી અને ફળો એમની કૃપાથી પ્રાપ્ત થાય છે. દુર્ગા સપ્તપદીના અઠારમાં અધ્યાયમાં લખ્યું છે કે, શાકંભરી નવરાત્રી મહોત્સવ દરમિયાન ચંડીપાઠ કરવાથી અને નિયમિત સવાર સાંજ આરતી કરવા ઉપરાંત ફળફળાદી અને શાકભાજીથી પોચી પુનમ સુધી શૃંગાર કરીને શ્રધ્ધાપુર્વક આરાધના કરવામાં આવે તો અન્ન જળનાં ભંડાર હર્યા ભર્યા રહે છે. (Navratri at Vagheshwari Mataji temple in Keshod)

આ પણ વાંચોશું શતાબ્દી મહોત્સવમાં કોરોના ગાઈડલાઈનનું પાલન થાય છે ?

બહોળી સંખ્યામાં ભક્તો વાઘેશ્વરી માતાજીના મંદિરે કેશોદ શહેર તાલુકામાંથી અને બહારગામથી ભાવિકો ભક્તો બહોળી સંખ્યામાં આવતા હોય છે. શાકંભરી નવરાત્રી મહોત્સવ નિમિત્તે શાકભાજીથી શણગારવામાં આવેલા માતાજીના દર્શન માટે આવે છે. શાકંભરી નવરાત્રી મહોત્સવ દરમિયાન અનુષ્ઠાન કરનાર સેવક માઈભક્તો માત્ર શાકભાજી ભોજનમાં ઉપયોગ કરી ઉપવાસ કરે છે. કેશોદના વાઘેશ્વરી માતાજીના મંદિરનાં પુજારી પંકજ મહેતા અને ઉમંગ મહેતા દ્વારા શાકંભરી નવરાત્રી મહોત્સવ ઉજવવામાં જહેમત ઉઠાવવી છે. (Shakambari Navratri festival 2022)

ABOUT THE AUTHOR

...view details