- કેશોદમાં ખાનગી શાળાની શિક્ષિકા બની જાતીય દુષ્કર્મનો ભોગ
- મહિલા સંચાલિકાના પુત્ર એ બે વખત જાતીય દુષ્કર્મ આચર્યાની થઈ ફરિયાદ
- પીડિત મહિલા શિક્ષિકાની ફરિયાદને આધારે કેશોદ પોલીસે હાથ ધરી તપાસ
કેશોદ: જિલ્લામાં ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી મહિલા પર શાળાના મહિલા સંચાલિકાના પુત્ર એ જાતીય દુષ્કર્મ આચરીને શિક્ષિકા સાથે બનાવટી લગ્ન કર્યાંના દસ્તાવેજી પુરાવા ઊભા કર્યા હતા. તે અંગેની પોલીસ ફરિયાદ દુષ્કર્મનો ભોગ બનેલી મહિલા શિક્ષિકાએ કેશોદ પોલીસ મથકમાં નોંધાવી હતી. પોલીસે શિક્ષિકાની ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા
કેશોદમાં શનિવારે દુષ્કર્મનો ભોગ બનીલે મહિલા શિક્ષિકાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પીડિતાની ફરિયાદ પછી કેશોદ શહેર અને જૂનાગઢ જિલ્લામાં ભારે ચકચાર મચી જવા પામ્યો હતો. કેશોદ શહેરમાં આવેલી એક ખાનગી પ્રાથમિક શાળાના સંચાલિકાના પુત્ર બે વખત મહિલા પર જાતીય દુષ્કર્મ કર્યું હતું. આ અંગે ફરિયાદ કેશોદ પોલીસ મથકમાં નોંધવામાં આવતાં દુષ્કર્મ આચરનાર આરોપી શાળા સંચાલિકાના પુત્રને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.