ભારતીય વિજ્ઞાન પ્રાધિકરણ અને ઈસરોના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢમાં વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢમાં આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ શહેર અને જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજર રહીને સમગ્ર પ્રદર્શનને નિહાળીને અહીં રજૂ કરવામાં આવેલા વિવિધ મોડેલોનો તલસ્પર્શી અભ્યાસ અને તેના અંગેની માહિતી પ્રાપ્ત કરી હતી.
ઈસરો દ્વારા જૂનાગઢમાં યોજાયું વિજ્ઞાન પ્રદર્શન - Science exhibition in Junagadh, joint venture of ISRO
જૂનાગઢઃ ભારતીય વિજ્ઞાન પ્રાધિકરણ અમદાવાદ અને ઈસરોના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢમાં વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરી આપીને ભારતીય વિજ્ઞાન ક્ષેત્રના વિવિધ મોડેલોનું તલસ્પર્શી નિદર્શન કરીને માહિતી મેળવી હતી.
ભારતીય વિજ્ઞાન પ્રાધિકરણ અને ઈસરો અમદાવાદ દ્વારા જુનાગઢમાં વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક વિજ્ઞાન કેન્દ્રમાં આયોજિત પ્રદર્શનમાં ભારતીય વિજ્ઞાન ક્ષેત્રે કરવામાં આવેલા સંશોધનોને રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ભારતની વિજ્ઞાન ક્ષેત્રે સિદ્ધિઓ કહી શકાય તેવું મિશન માર્સ PSLV અને GSLV સહિતના સફળ સંશોધનો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહીને માર્ગદર્શન મેળવ્યું હતું.
તેમજ ઇસરોના વૈજ્ઞાનિકોએ પણ આ પ્રદર્શનમાં ખાસ હાજર રહીને બાળકો તેમજ સામાન્ય નાગરિકોને ભારતીય વૈજ્ઞાનિક ક્ષેત્રે કરવામાં આવેલા સંશોધન અંગે સચોટ અને સાચી માહિતી મળી રહે તે માટે વિદ્યાર્થીઓ અને પ્રદર્શન નિહાળવા આવતા શહેરીજનો વચ્ચે વાર્તાલાપ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગ લઈને ભારતીય વિજ્ઞાન સંશોધન ક્ષેત્ર અંગે પૂરતી માહિતી પ્રાપ્ત કરી હતી.