ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ: કૃષિ યુનિવર્સિટીમાં શાળા કક્ષાની યોગ સ્પર્ધા યોજાઇ - yoga competition in junagadh

જૂનાગઢ: કૃષિ યુનિવર્સિટીમાં રવિવારે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

etv bharat

By

Published : Nov 24, 2019, 5:06 PM IST

જૂનાગઢમાં રવિવારે યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ, પોરબંદર અને ગીર-સોમનાથ જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ હાજર રહીને નાની ઉંમરે યોગના ક્ષેત્રમાં તેમની નિપુણતા પ્રદર્શિત કરી હતી. કેટલાક વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષા સુધી યોગની સ્પર્ધામાં ભાગ લઇને સારો દેખાવ કર્યો હતો.

જૂનાગઢમાં યોજાઈ શાળા કક્ષાની યોગ સ્પર્ધા

જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીના પટાંગણમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢના આંગણે યોજવામા આવેલી સ્પર્ધામાં કેટલાક પ્રતિસ્પર્ધીઓ યોગના ક્ષેત્રમાં એટલી નિપુણતા પ્રાપ્ત કરી લીધી છે કે, નાના બાળકોની યોગ નિપુણતા જોઈને મંત્ર મુગ્ધ બની જવાય. તે પ્રકારે આ બાળકોએ યોગના કરતબ રજૂ કર્યા હતા. યોગને ભારતની ધાર્મિક અને સાંસ્કૃતિક ભૂમિ તરીકે પણ ઉલ્લેખવામાં આવે છે. યોગ અને ધર્મની સાથે સંસ્કૃતિનો પણ ખુબ જ જૂનો અને પુરાણો સબંધ છે. ત્યારે આટલી નાની ઉંમરે યોગના ક્ષેત્રમાં ખૂબ જ સારો અને ઉત્સાહજનક દેખાવ કરીને શાળાના બાળકોએ સૌ કોઈના દિલ જીતી લીધા હતા.

ABOUT THE AUTHOR

...view details