ગુજરાત

gujarat

ETV Bharat / state

ટેન્કર ફ્રી ગુજરાતનાં દાવા પોકળ, જૂનાગઢમાં મહાનગરપાલિકા જ ટેન્કરથી પાણી પહોંચાડે છે - water management

જૂનાગઢઃ પીવાના પાણી લઈને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા દાવાઓ માત્ર કાગળ પર જ હોવાનું બહાર આવ્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના ૧૫ જેટલા વોર્ડમાં ગુરુવારે ટેન્કર દ્વારા પીવાનું પાણી પૂરું પડાયુ હતું. એક તરફ રાજ્ય સરકાર ગુજરાત ટેન્કર ફ્રી રાજ્ય છે તેઓ દાવો કરી રહી છે. તો બીજી તરફ કોર્પોરેશન દ્વારા જ અનેક વિસ્તારોમાં ટેન્કરો દ્વારા પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે

ટેન્કર ફ્રી ગુજરાતનાં દાવા પોકળ, જૂનાગઢમાં મહાનગરપાલિકા જ ટેન્કરથી પાણી પહોંચાડે છે

By

Published : Jun 27, 2019, 7:34 PM IST


ગુજરાત ટેન્કર ફ્રી રાજ્ય છે અને ટેન્કર ભૂતકાળ બની ગયું છે તેવા દાવાઓ જાહેર મંચ પરથી અનેકવાર કરવામાં આવે છે. પરંતુ સરકારના આ દાવાઓ માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં ચોમાસાની વિધિવત શરુઆત થઈ ગઈ છે. છતાં પણ જળવ્યવસ્થાપનના અભાવે અનેક વિસ્તારમાં લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે.

ટેન્કર ફ્રી ગુજરાતનાં દાવા પોકળ, જૂનાગઢમાં મહાનગરપાલિકા જ ટેન્કરથી પાણી પહોંચાડે છે

જેના લીધે જૂનાગઢ મહાનગરપાલિકાના ૧૫ જેટલા વોર્ડોમાં ટેન્કરો મારફતે લોકોને પીવાનું પાણી પૂરું પાડવાની ફરજ પડી હતી. સરદારબાગ સ્થિત મહાનગરપાલિકાના પમ્પિંગ સ્ટેશનથી અલગ-અલગ વોર્ડમાં પાણીના ફેરા મારવામાં આવે છે. સરકારના ટેન્કર ફ્રીના દાવા જુનાગઢમાં સર્જાયેલી પાણીની વિકટ પરિસ્થિતિને જોતા ખોટા સાબિત થઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details