ફેસબુક ફ્રેન્ડ મહિલાને બનાવી દુષ્કર્મનો શિકાર જૂનાગઢ:જિલ્લાના માળીયા હાટીના તાલુકાના અવાણીયા ગામની મહિલાને સોશિયલ મીડિયા પર અપરણિત યુવક સાથે દોસ્તીની ખુબ મોટી કિંમત ચૂકવવી પડી છે. મહિલાની ફરિયાદને આધારે કેશોદ પોલીસે અવાણીયા ગામના યુવાનની પરિણીત મહિલા પર જાતીય દુષ્કર્મ આચરવાના કિસ્સામાં ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
"આરોપી યુવક અને પરણિત મહિલા સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ યુવકે તેને જાતીય દુષ્કર્મનો શિકાર બનાવીને તેના પરિવારને ઘટનાની જાણ નહીં કરવાની ધાક ધમકી આપીને તેના પર દુષ્કર્મ આચરતો હતો. જેને પકડી પાડીને પોલીસે ધોરણની કાર્યવાહી હાથ ધરી છે."--બી સી ઠક્કર (વિભાગીય પોલીસ અધિક્ષક)
સોશિયલ મીડિયાનો ખતરો:ભોગ બનનાર પરિણીત મહિલા અને આરોપી યુવક માળીયા હાટીના તાલુકાના અવાણીયા ગામના રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે. ફેસબુકના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. છ મહિના કરતાં વધુ સમય સોશિયલ મીડિયાના માધ્યમથી સતત સંપર્કમાં રહ્યા બાદ મહિલા પર યુવકે કેશોદની એક ખાનગી હોટલમાં દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ દુષ્કર્મની વાત પરિવારના અન્ય કોઈ વ્યક્તિને નહીં કરવાની ધમકી આપી યુવકે પરણિત મહિલાને વારંવાર દુષ્કર્મનો શિકાર બનાવી હતી. અંતે પરિણીત મહિલાએ યુવક વિરુદ્ધ કેશોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
સોશિયલ મીડિયાનો સંપર્ક દુષ્કર્મ સુધી:પરિણીત મહિલા અને યુવક સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા બાદ તેનો આ સંબંધ જાતીય દુષ્કર્મની ધૃણાસ્પદ ઘટના સુધી પહોંચી ગયો હતો. મહિલા પરિણીત હોવા છતાં પણ તે સોશિયલ મીડિયાના ફેસબુકના માધ્યમથી ગામના જ આરોપી યુવક સાથે સતત સંપર્કમાં હતી. બે ત્રણ માસ પૂર્વે આ બંને કેશોદની ખાનગી હોટલમાં મળવા માટે પહોંચ્યા હતા. જ્યાં પરિણીત મહિલાની એકલતાનો લાભ લઈને આરોપી યુવકે તેને જાતીય દુષ્કર્મનો શિકાર બનાવી હતી.
- Ahmedabad News: અમદાવાદમાં ફોરેકસ ટ્રેડિંગ મામલે ED ના દરોડા, જાણો શું-શું મળી આવ્યું?
- Surat Crime News: વિદેશ રહેતી વ્યક્તિએ ખોટા સાટાખત કરી 32 ફ્લેટ સગેવગે કરી નાખ્યા, બિલ્ડર સાથે કરોડોની છેતરપીંડી