વિદેશી ખાદ્યતેલની આયાતની વચ્ચે સૌરાષ્ટ્રના તેલ બજારમાં ઉછાળો
જૂનાગઢઃ પાછલા દસ દિવસમાં સિંગતેલની બજારમાં મક્કમ વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા દસ દિવસમાં પ્રતિ 15 કિલોના ભાવમાં 80રૂપિયા સુધીનો વધારો થયો છે. આ વધારો હજુ પણ આગામી દિવસોમાં ચાલુ રહેશે તેવી શક્યતા સિંગતેલના વેપારીઓ પણ જણાવી રહ્યા છે.
સિંગતેલની બજારમાં હવે ધીરે ધીરે વધારો જોવા મળી રહ્યો છે. પાછલા દસ દિવસમાં ૧૫ કિલો સિંગતેલના ટીનમાં 80 રુપિયાનો વધારો થયો છે. આ વધારો હજુ પણ આગામી દિવસોમાં ચાલુ રહેશે તેવી શક્યતાઓ સીંગતેલના વેપારીઓ પણ વ્યક્ત કરી રહ્યા છે ગત ખરીફ સીઝનમાં મગફળીનું 30 લાખ ટન કરતાં વધુનું ઉત્પાદન થવાની શક્યતાને પગલે સિંગતેલના ભાવમાં ક્રમશઃ ઘટાડો જોવા મળશે તેવી બજારના નિષ્ણાતો શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા હતા. પરંતુ ચાલુ વર્ષે સિંગતેલના ભાવમાં ઘટાડાની જગ્યા પર સતત વધારો જોવા મળી રહ્યો છે
એક તરફ સિંગતેલના ભાવમાં સતત અને મક્કમ રીતે વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ તેની સરખામણીએ મગફળીના ભાવમાં કોઇ પણ પ્રકારનો વધારો જોવા મળતો નથી. આવી વિસંગતતા ને કારણે હવે ખેડૂતોમાં પણ થોડીક ચિંતા જોવા મળશે તે સ્વાભાવિક છે. લુઝ અને બ્રાન્ડેડ સિંગતેલના ભાવમાં પણ પ્રતિ 20 કિલોએ 50થી લઈને 80 સુધીનો વધારો પાછલા દસ દિવસમાં થયો છે. આ વધારો હજુ પણ આગામી દિવસોમાં શરૂ રહેશે તેવું તેલના વેપારીઓ જણાવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં બ્રાન્ડેડ સિંગતેલના ભાવ 1800 રૂપિયા સુધી પહોંચી રહ્યા છે. જેમાં પણ હજુ વધારો થાય તેવી શક્યતાઓ છે.