જૂનાગઢ જિલ્લાના વિસાવદર પાસે સત્તાધારના સુપ્રસિદ્ધ આપાગીગાની જગ્યા આવેલી છે. આ જગ્યાના સતાધાર ગાદીના 7માં મહંત જીવરાજબાપુ જે છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. સોમવારની મોડી સાંજે તેમનું નિધન થતાં ગુજરાત ભરમાંથી તેમના ભક્તોમાં શોકની લાગણી ફેલાઇ ગઈ હતી.
સતાધારનાં સંત જીવરાજ બાપુ 93 વર્ષે બ્રહ્મલીન થયા, મુખ્યપ્રધાને ટ્વિટ કરી આપી શ્રદ્ધાંજલિ
જૂનાગઢ: સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ તીર્થધામ સતાધારનાં સંત જીવરાજ બાપુનું 93 વર્ષની વયે સોમવારે રાત્રે 10 વાગ્યે નિધન થયું છે. છેલ્લા ઘણા સમયથી જીવરાજ બાપુ બીમાર હતા અને સારવાર લઈ રહ્યા હતા. CM વિજય રૂપાણી પણ રવિવારના રોજ તેમના ખબરઅંતર પૂછવા સત્તાધાર પહોંચ્યા હતા. તેમનું નિધન થતાં ગુજરાત ભરમાંથી તેમના ભક્તોમાં શોકની લાગણી પ્રવર્તી છે.
jivrajbapu passes away
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતુ કે, સૌરાષ્ટ્રના તીર્થધામ સતાધારની સુપ્રસિદ્ધ આપાગીગાની જગ્યાના સંત જીવરાજબાપુના નિધનથી દુઃખની લાગણી અનુભવું છું. પ્રેમકૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. ઓમ શાંતિ.
Last Updated : Aug 20, 2019, 11:02 AM IST