સમગ્ર વિશ્વમાં સતાના આધાર તરીકે પ્રસિદ્ધ એવા સતાધારના મહંત જીવરાજ બાપુનો દેહ વિલય થતા બાપુના સેવકોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. જીવરાજબાપુને 1982માં શામજી બાપુના હસ્તે તેમના અનુયાયી તરીકે ગાદી સોંપવામાં આવી હતી. ત્યારપછી તેઓ અત્યાર સુધી સતાધારના મહંત તરીકે લોક સેવા કરતા હતાં. પરંતુ, છેલ્લા ત્રણેક વર્ષથી તેમની તબીયત નાદુરસ્ત થતા ગઈકાલે રાત્રીના 10 વાગ્યાની આસપાસ તેમનું 93 વર્ષની વયે દેહવિલય થયો છે. જીવરાજ બાપુના દેહ વિલયના આગલા દિવસે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ સતાધાર પહોંચ્યા હતા અને જીવરાજબાપુના ખબર અંતર પૂછ્યા હતા.
સતાધારના જીવરાજ બાપુનો દેહવિલય, આજે અપાઇ સમાધિ - satadhar
જૂનાગઢઃ આધાર તરીકે સમગ્ર વિશ્વ પ્રસિદ્ધ સતાધારના મહંત જીવરાજ બાપુનું 93 વર્ષની વયે દેહઅવસાન થતાં સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. બાપુના દેહ વિલયના સમાચારો તેમના સેવકોમાં પ્રસરી જતા હજારોની સંખ્યામાં ભાવિકો સત્તાધાર પહોંચી જીવરાજ બાપુના અંતિમ દર્શન કરી રહ્યા છે.
આજે બપોર સુધી જીવરાજ બાપુનો નશ્વર દેહ મંદિર પરિસરમાં સેવકો અને ભક્તોના અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યારબાદ સમગ્ર સાધુ સમાજની હાજરીમાં પાલખી યાત્રા નીકળશે અને ત્યારબાદ બાપુને સત્તાધાર મંદિર પરિસરમાં સમાધિ આવપવામાં આવશે. તેવુ સતાધારના લઘુ મહંત વિજય બાપુએ જણાવ્યું હતું. તેમજ જીવરાજબાપુની સમાધીની ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ સતાધારના લઘુ મહંત વિજય બાપુની તિલક વીધી કરવામાં આવશે અને વિધિવત રીતે સતાધારના મહંત તરીકે સાધુ સંતોની હાજરીમાં તેમને સત્તાધારના ગાદીપતિ તરીકે જાહેર કરવામાં આવશે.
મહત્વનું છે કે, આજે બપોર બાદ જીવરાજ બાપુને સંતો-મહંતોની હાજરીમાં સમાધિ આપવામાં આવશે.