સાસણ સિંહસદન વીજળીના વપરાશમાં આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે કુલ વપરાશના 45 ટકા જેટલી વીજળીનું ઉત્પાદન સોલર પ્લાન્ટ દ્વારા સિંહસદનમાં કરીને ખર્ચમાં કાપ મૂકવાની સાથે કુદરત દ્વારા મુક્ત અને મફતમાં મળતી વીજળીનું ઉત્પાદન કરીને એક સરાહનીય કદમ તરફ સિંહસદન સાસણ અગ્રેસર બન્યું છે.
સિંહસદન સાસણ વીજળીના વપરાશમાં અને તેના ઉત્પાદનમાં અગ્રેસર બનતું જોવા મળી રહ્યું છે. સિંહ સદન સાસણમાં આજથી બે વર્ષ પહેલા સોલર પાવર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ સોલર પાવર પ્લાન્ટ હવે સંપૂર્ણ પણે કાર્યરત બની ગયો છે. આ પ્લાન્ટમાં ઉત્પાદિત થતી ઊર્જા સિહસદન વિસ્તારમાં પૂરી પાડવામાં આવે છે. જેને લઇને સિંહસદન સાસણમાં કુલ જરૂરિયાતના 45 ટકા ઊર્જા સોલર પાવર પ્લાન્ટ દ્વારા મેળવવામાં આવી રહી છે. જેને લઇને વીજળીના વપરાશમાં ઘટાડાની સાથે ખર્ચમાં ખૂબ મોટો કાપ આવતા સિંહસદન સાસણ સોલર ઊર્જા ક્ષેત્રના વપરાશમાં અગ્રેસર બન્યું છે.