જૂનાગઢમાં કેશોદ તાલુકાના કરેણી ગામે આવેલા ઓમ રીસોર્ટ એન્ડ ફાર્મ હાઉસ ધરાવતા પ્રગતિશીલ ખેડૂત ડાયાભાઈ દેસાઈએ 7 વર્ષ પહેલાં ખારેકના પચ્ચાસ વૃક્ષોનું વાવેતર કર્યું છે. જેમાં 3 વર્ષથી સારૂં ઉત્પાદન મેળવી રહ્યા છે. દર વર્ષે ઉત્પાદનમાં વધારો થતો જાય છે, ત્યારે આ વર્ષે અસહ્ય ગરમીનાં કારણે લુ લાગવાથી કાચી ખારેક ખરી જવાથી અને ખારેક નાની સાઈઝની થવાનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. જેનાં કારણે ઉત્પાદન ઓછું થવાની સંભાવના દેખાઈ રહી છે. અગામી વર્ષે ખારેક મોંઘી થશે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં અને બજારોમા ખારેકનું આગમન મોડું થાય તેવી સંભાવના છે.
ખારેકના શોખીનો માટે માઠા સમાચાર, ખારેક મોંઘી થશે તેવા એંધાણ - gujarat
જૂનાગઢઃ અસહ્ય ગરમીનાં કારણે કાચી ખારેક ખરી જવાથી ઉત્પાદનમાં ઘટાડો તથા નાની સાઈઝનું ઉત્પાદન થવાની ખેડુતોની ધારણા અગામી વર્ષે ખારેક મોંઘી થશે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. બજારોમા ખારેકનું આગમન મોડું થાય તેવી સંભાવના છે.
વૃક્ષોનાં નિકંદન નીકળી રહ્યા હોવાનાં અને પર્યાવરણને અસર થવાનાં કારણે ગરમીમાં વધારો થતો જાય છે અને વરસાદ ઓછો થતો જાય છે ત્યારે 'વધુ વૃક્ષો વાવો વરસાદ લાવો' અને પર્યાવરણની જાણવણી માટે કરેણી ગામના પ્રગતિશીલ ખેડૂત ડાયાભાઈ દેસાઈએ તેમનાં કરેણી ગામે વૃક્ષોના વાવેતર વધારવામાં અનોખી પહેલ કરી છે. તેમનાં કરેણી ગામે વૃક્ષોનું વાવેતર કરી પાંચ વર્ષ સુધી વૃક્ષનો ઉછેર અને જતન કરનારને પાંચ વર્ષે પ્રતિ વૃક્ષ 1500 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. સાથે જ પર્યાવરણ બચાવો અભિયાન હાથ ધર્યું છે. ડાયાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વર્ષોથી લોકો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજે છે. જેમાં મોટાં પ્રમાણમાં ફક્ત ફોટોસેશન માટે વૃક્ષારોપણ કરે છે પરંતુ અહીં 5 વર્ષથી ઝાડ ઉછેરી તેનું જતન કરવું ફરજીયાત છે. એવી જ રીતે દરેક લોકો એક-એક વૃક્ષનું વાવેતર કરી ઉછેર અને જતન કરે તો હરીયાળી ક્રાંતિ આવી શકે છે. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે કેટલા લોકો વૃક્ષોનું વાવેતર કરી ઉછેર અને જતન કરશે તે જોવાનું રહ્યું.