સનાતન ધર્મ અને તેની સંસ્કૃતિ પ્રત્યે આકર્ષિત થઈને શિવને સમર્પિત થતાં વિદેશીઓ ભવનાથ : સનાતન ધર્મ સંસ્કૃતિનો વ્યાપ હવે દેશના સીમાડા ઓળંગી રહ્યો છે. આ વખતે મહાશિવરાત્રીના મેળામાં રશિયા ફ્રાન્સ ઈટલી સહિત યુરોપના દેશોમાંથી સાધુ સંતો અલખને ઓટલે ધૂણી ધખાવવા માટે આવી પહોંચ્યા હતા. પાછલા વર્ષોના ઇતિહાસમાં આ પ્રકારે સાધુ સંતો દ્વારા હમણાં નાખવાની વિશેષ પરંપરા જોવા મળી હતી.
સનાતન ધર્મ સંસ્કૃતિએ ઓળંગ્યા દેશના સીમાડા :સનાતન ધર્મ સંસ્કૃતિ હવે દેશના સીમાડા ઓળંગીને યુરોપના દેશો તરફ આગેકુચ કરી રહી છે. સનાતન ધર્મ સંસ્કૃતિનો વધતો જતો વ્યાપ મહાશિવરાત્રીના મેળામાં જોવા મળ્યો. પાછલા વર્ષોની સરખામણીએ આ વર્ષે શિવરાત્રીના મેળામાં મોટી સંખ્યામાં રશિયા ઈટલી ફ્રાન્સ પોલેન્ડ સહિત યુરોપના દેશોના સાધુ અને સંન્યાસીઓ અલખને ઓટલે ધુણી ધખાવવા માટે આવી પહોંચ્યા હતા. સનાતન ધર્મ સંસ્કૃતિનો વ્યાપ ભારતીય સમાજ વ્યવસ્થા અને ધર્મ પ્રત્યેની લાગણીને વધુ પ્રસ્થાપિત કરી રહ્યો છે. સનાતન ધર્મ સૌથી જૂનો ધર્મ હોવાનુ પણ મનાય છે ત્યારે વિદેશના સાધુ સંતો પણ હવે સનાતન ધર્મ અને તેની સંસ્કૃતિ પ્રત્યે આકર્ષિત થઈને શિવને સમર્પિત એવા મહાશિવરાત્રીના મેળામાં ભાગ લેવા માટે આવી રહ્યા છે.
આ પણ વાંચો Mahashivratri 2023 : શિવરાત્રીના મેળામાં નાગા સન્યાસીઓ અને સંસારીઓ ડીજેના તાલે લગાવ્યા ઠુમકા
સનાતન ધર્મ માનસિક શાંતિ માટે સર્વોત્તમ :ભવનાથના મેળામાં રશિયાના સાધ્વી અન્નપૂર્ણા દેવી પણ આવેલા હતા. તેઓ માને છે કે સનાતન ધર્મ અને તેની સંસ્કૃતિ માનસિક શાંતિ અને પરિવારીક ભાવનાને પ્રોત્સાહન આપે છે. તો ઈટલીથી આવેલા સન્યાસીઓ પણ સનાતન ધર્મથી આકર્ષિત થઈને ભવનાથમાં જોવા મળ્યા હતા. તેઓ માને છે કે સનાતન ધર્મની અનુભૂતિથી માનસિક શાંતિ અને ઈશ્વર પ્રત્યેની દિવ્યતાના દર્શન કરાવે છે. જેને કારણે તેઓ સનાતન ધર્મ પ્રત્યે આકર્ષિત થયા છે અને ધર્મ અને ધર્મ સાથે જોડાયેલી સંસ્કૃતિને વધુ નજીકથી જાણવા અને જોવા માટે તેઓ ભવનાથના મેળામાં આવ્યા છે.
આ પણ વાંચો મહાશિવરાત્રી 2023: ભાવ-ભક્તિ અને મૃગીકુંડમાં સ્નાન સાથે શિવરાત્રી સંપન્ન
સનાતન ધર્મની ધૂણી ધખાવતા સાધુ વરૂણગીરીનો પ્રતિભાવ :ઈટલીના બોલીવાયો વિસ્તારમાં શાંતિવન નામનો આશ્રમ સ્થાપીને સનાતન ધર્મની ધૂણી ધખાવતા સાધુ વરૂણગીરીએ ઈટીવી ભારત સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સનાતન ધર્મ સંસ્કૃતિ ખૂબ જ જૂની સંસ્કૃતિ છે. યુરોપના દેશોમાં અને ખાસ કરીને ઈટલીમાં ખૂબ મોટી સંખ્યામાં સનાતન ધર્મ સાથે જોડાયેલા મંદિરો સ્થાનકો અને આશ્રમો સ્થાપવામાં આવ્યા છે. યુરોપની સંસ્કૃતિ આર્થિક ઉપાર્જનને ખુબ મહત્વ આપે છે. વર્તમાન સમયમાં લોકો ધર્મથી દૂર થતા જાય છે. પરંતુ સનાતન ધર્મ સંસ્કૃતિ આજે પણ લોકોને ધર્મ પ્રત્યે વિશેષ લગાવ ઉપસ્થિત કરી રહી છે. જેને કારણે યુરોપના દેશોના સાધુ સંતો સનાતન ધર્મ પ્રત્યે વધુ આકર્ષિત થયા છે. જેને કારણે તેમનો સનાતન ધર્મમાં વિશ્વાસ વધ્યો છે. તેથી તેઓ ભવનાથના મહાશિવરાત્રીના મેળામાં અલખને ઓટલે ધુણી ધખાવવા માટે આવી રહ્યા છે.