થોડા સમય પહેલાં આ વિસ્તારમાં રોડ મંજૂર કરવામાં આવ્યો હતો, જે કોઈ કારણસર ના મંજુર કરાયો છે.તેવુ મહીલાઓએ રજુઆત કરતા જણાવ્યું હતું. આ વિસ્તારના અન્ય રોડ બનાવવામાં આવ્યા છે, પરંતુ આ એક જ રોડમાં નગરપાલિકા દ્વારા દયાન આપવામાં ન આવતા શિવમ પાર્કના રહેવાસીઓમા નગરપાલિકા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે શિવમ પાર્ક સોસાયટીના રોડના પ્રશ્નની રજૂઆત બાબતે નગરપાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે, આ વિસ્તારનો છ મહીના પહેલા સર્વે કરવામાં આવ્યો છે આ સાથે તેની મંજૂરી પણ મોકલવામાં આવેલ છે .
કેશોદના વોર્ડ નંબર 7ની મહીલાઓએ નગરપાલિકા પ્રમુખને રોડ બાબતે કરી રજુઆત - junagadha
કેશોદઃ જુનાગઢ કેશોદના વોર્ડ નંબર 7ની મહીલાઓએ નગરપાલિકા પ્રમુખને રોડ બાબતે રજુઆત કરી વહેલી તકે પ્રશ્ન હલ નહિ થાય તો આંદોલનની ચીમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારના લોકોએ અનેક વખત લેખીત મૌખીક રજુઆતો કરી હતી અગાઉ ચુંટણી આચાર સંહિતાનુ બહાનુ આપી નગરપાલિકા તંત્રએ આશ્વાસન આપ્યું હતું.

મંજુર મળ્યા બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યાર બાદ રોડની કામગીરી શરૂ કરવામાં આવશે. હાલ ચોમાસાની વૈકલ્પિક વ્યવસ્થા માટે માટી નાખી આપવામાં આવશે.તેમજ આ વિસ્તારમાં રોડથી અનેક વાહનો ખાડાઓમાં ફસાયાના બનાવો બન્યા હતાં, ચોમાસામાં આ વિસ્તારમાં રાહદારીઓ વાહનચાલકોએ પસાર થવું અસહ્ય બનશે તે પહેલાં નગરપાલિકા દ્વારા વહેલી તકે રોડ બનાવવામાં આવે તેવી શિવમ પાર્ક સોસાયટીની મહીલાઓએ નગરપાલિકા પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી છે, તો બજી તરફ જો વહેલી તકે રોડનુ કામ શરૂ કરવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી શિવમ પાર્ક સોસાયટીની મહીલાઓએ ઉચ્ચારી છે ત્યારે નગરપાલિકા દ્વારા શિવમ પાર્ક સોસાયટીમાં રોડ બનાવવામાં આવશે કે કેમ તે આવનારો સમય જ બતાવશે