જૂનાગઢઃ માળીયા હાટીના પંથકમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યો છે. જુથડ પંથકમાં બે રોકટોક દારૂના અડ્ડાઓ ખુલ્લે આમ ધમધમી રહ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે. શહેરમાં દિન પ્રતિદિન દારૂનું દુષણ વધતા કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યો છે. આ બાબતે સરપંચ દ્રારા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તપાસ કરીને જવાબદારો સામે પગલા લે તેવી લોક માગ કરવામાં આવી રહી છે.
માળીયા હાટીનાના જુથડ ગામે દારૂની રેલમ છેલ, સરપંચે કરી ઉચ્ચ કક્ષાએ રજૂઆત - Sale of liquor in the Jathad village of Malia Hatina
જૂનાગઢના માળીયા હાટીના જુથડ ગામના સરપંચ દ્રારા દારૂના અડ્ડા બંધ કરાવવા માટે સ્થાનીક પોલીસ સામે બાયો ચડાવી છે. દારૂ બંધ કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.
સરપંચે કરી ઉચ્ચ કક્ષાએ રજૂઆત
હાલમાં માળીયા હાટીના પંથકની કાયદો અને વ્યવસ્થા છેલ્લા ઘણા સમયથી પડી ભાંગ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. આ બાબતે ઉચ્ચ કક્ષાએ તપાસ કરી, તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરે તેવું સરપંચ સહિત ગામ લોકો ઈચ્છી રહ્યા છે.