જૂનાગઢમાં ફળોનું વેચાણ કરતા વેપારીઓ ફળોની સાથે હેલ્મેટનું પણ વેંચાણ કરી રહ્યા છે. ટ્યુબલાઈટથી લઈને પંખા અને એર કુલર વેંચતા વેપારીઓ પણ હવે ગ્રાહકોને સરળતાથી હેલ્મેટ મળી રહે તે માટે તેમના ઇલેક્ટ્રોનિક્સ દુકાનમાં પણ હેલ્મેટનું વેચાણ કરતા જોવા મળી રહ્યા છે. એક સમય હતો કે હેલ્મેટ માટે કોઈ પૂછતું પણ ન હતું, ઓટો પાર્ટસની દુકાનમાં હેલ્મેટ ક્યારેક વહેંચાતી જોવા મળતી હતી અને તે પણ એકલ દોકલની સંખ્યામાં, પણ હવે જ્યારે નવો નિયમ આવ્યો છે, ત્યારથી હેલ્મેટ સર્વત્ર વહેંચાતા જોવા મળી રહ્યા છે.
જુઓ, જૂનાગઢમાં તો આજકાલ ફ્રુટ તથા ઠંડાપીણાના સ્ટોર પર પણ મળી રહ્યા છે હેલમેટ - ફ્રુટ તથા ઠંડાપીણાની સ્ટોર પર મળી રહ્યા છે હેલમેટ
જૂનાગઢ: હેલ્મેટ પહેરવાના એક નહી અનેક ફાયદા છે. ઉનાળામાં તાપથી, ઉડતી ધૂળ, રજકણોથી, ગરમ લુ થી બચાવે છે આ ઉપરાંત સાથે સાથે વાહનોના ઝેરી ધુમાડાથી પણ બચાવે છે. વ્હીકલ ચલાવતા સમયે ક્યારેક હવાને કારણે આંખમાંથી પાણી નીકળે છે તેનાથી પણ બચી શકાય છે. જેના પગલે આજકાલ જૂનાગઢમાં ફ્રુટની દુકાન ઠંડાપીણાના શોપ, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ વહેંચતા વેપારી અને પ્રોવિઝન સ્ટોરમાં પણ થઈ રહ્યું છે. હેલ્મેટનું વેંચાણ.
મિત્રો, હેલ્મેટ એક એવી આધુનિક પાઘડી છે જે માથે રાખવાથી આપણી પોતાની સુરક્ષા તો થઈ જ જાય છે અને સાથે સાથે આપણા પરિવારની પણ, કેમ કે આપણા જીવનનું મહત્વ તેમના માટે પણ એટલું જ અગત્યનું પુરવાર થાય છે. નવો કાયદો જયારે અમલમાં આવ્યો ત્યારે માત્ર દંડથી બચવા માટે જ મોટા ભાગનાઓએ આ હેલ્મેટ ખરીદવા દોડ્યા પછી થોડા દિવસ પહેર્યું અને ફરી હતા તેવા ને તેવા જ, શું આ કાયદો સરકાર દ્વારા લોકો પાસેથી દંડ વસુલ કરવા માટે ઘડાયો હતો? જવાબ છે : "ના", દંડ વસુલ કરવા માટે કાયદો નહોતો ઘડ્યો પરંતુ તેમની સલામતી માટે ઘડા્યો છે.