જૂનાગઢઃ પેટ્રોલ અને ડીઝલમાં રાજ્ય સરકાર દ્વારા બે રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. તેના વિરોધમાં બુધવારે જૂનાગઢ શહેર અને જિલ્લા કોંગ્રેસે અનોખો વિરોધ કર્યો હતો. કોંગી કાર્યકરોએ ગેસનું સિલિન્ડર મહાત્મા ગાંધીને અર્પણ કરીને સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો, જૂનાગઢ શહેર અને જિલ્લા કોંગ્રેસે દ્વારા અનોખો વિરોધ
હાલમાં રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલમાં 2 રૂપિયાનો ભાવ વધારો કરાયો છે. મંગળવારે જૂનાગઢ શહેર અને જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરીને સરકારના આ નિર્ણયને વખોડ્યો હતો અને મહાત્મા ગાંધીને રાંધણગેસનુ સિલિન્ડર અર્પણ કરીને અનોખી રીતે રાજ્ય સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલમાં ભાવવધારો, જૂનાગઢ શહેર અને જિલ્લા કોંગ્રેસે અનોખો વિરોધ નોંધાવ્યો
મંગળવારે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે જે અથડામણ થઈ હતી. તેને ધ્યાને રાખીને કોંગી કાર્યકરોએ બિલકુલ સૂત્રોચાર વગર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જે પ્રકારે મંગળવારે ભારતના સૈનિકો દેશની સેવા માટે શહાદત વહોરી છે. તેવા સમયમાં કોંગી કાર્યકરોએ તેમનુ વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું, પરંતુ પ્રથમ વખત કોઈ પણ પ્રકારના સૂત્રોચાર વગર આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો અને તમામ શહીદ થયેલા સૈનિકોના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના પણ કરી હતી.