- જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક થઈ શરૂ
- પ્રતિદિન 3થી 4 હજાર બોક્સની આવક થઈ રહી
- ગત વર્ષની સરખામણીએ આવક અને બજાર ભાવમાં ઘટાડો
જૂનાગઢ :માર્કેટિંગ યાર્ડમાં ધીમા પગલે કેસર કેરીની આવક હવે શરૂ થતી જોવા મળી રહી છે. આગામી દિવસોમાં આવકનું પ્રમાણ વધુ થતું જોવા મળશે. 15 દિવસ પહેલા યાર્ડમાં 100 જેટલા કેરીના બોક્સની આવક થઇ હતી. જેમાં ઉત્તરો-ઉત્તર વધારો થતાં આવક આજે પ્રતિદિન 3થી 4 હજાર બોક્સ સુધી પહોંચી ગઈ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે આવક અને બજાર ભાવને લઇને ખેડૂતોમાં થોડો કચવાટ જોવા મળી રહ્યો છે.
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકમાં ઘટાડો ગત વર્ષે પણ કેસર કેરીની આવક ખૂબ જ મર્યાદિત બની હતી
કોરોના સંક્રમણને કારણે ગત વર્ષે પણ કેસર કેરીની આવક ખૂબ જ મર્યાદિત બની હતી. જેને કારણે ખેડૂતોમાં થોડી નારાજગી જોવા મળી હતી. ત્યારે ફરી એક વખત આ વર્ષે પણ કોરોના વાઈરસે માથુ ઉંચકતા કેસર કેરીની આવક અને તેના બજાર ભાવો પણ આ વર્ષે પણ નીચા મથાળેથી ખુલી રહ્યા છે. જે નુકસાની ખેડૂતોને થઈ રહી છે.
આ પણ વાંચો : કેસર બનશે કડવી, કેરીના મોરમાં નુકસાન જતાં આ વર્ષે ભાવ આસમાને પહોંચવાની શક્યતા
ગત વર્ષે પ્રતિ 10 કિલોના 1,500થી લઇને 2,000 સુધી ભાવ જોવા મળતા
કેસર કેરીની આવક શરૂ થતાની સાથે જ બજાર ભાવો નીચા મથાળેથી ખુલી રહ્યા છે. એક્સપોર્ટ ક્વોલિટીની કેસર કેરીના બજાર ભાવ હાલ 1,000થી લઇને 1,200 રૂપિયા પ્રતિ 10 કિલોના જોવાઇ રહ્યા છે. જે ગત વર્ષે પ્રતિ 10 કિલોના 1,500થી લઇને 2,000 સુધી જોવા મળતા હતા.
આ પણ વાંચો : તાલાલામાં અનુકુળ હવામાન ન હોવાના લીઘે કેસર કેરીના પાકને ફટકો, વળતર માટે રજૂઆત
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકમાં ઘટાડો ખેડૂતોને પ્રતિ 10 કિલોના બોક્સ પર 500થી લઇને 700 રૂપિયાની નુકસાની
ખેડૂતોને આ વર્ષે પ્રતિ 10 કિલોના બોક્સ પર 500થી લઇને 700 રૂપિયા સુધીની નુકસાની આવી રહી છે. જેને કારણે ખેડૂતોમાં હવે બજાર ભાવને લઇને કચવાટ જોવા મળી રહ્યો છે. આને કારણે ખેડૂતોને પોષણક્ષમ બજારભાવો સિઝનની અંતિમ તબક્કામાં મળતા ન હતા. ખરા સમયે જ બજાર ભાવ દબાઇ જતાં ખેડૂતોનો નફો જતો રહ્યો હતો. આ વર્ષે બજાર ખુલતાની સાથે જ ભાવ નીચે દબાયેલા જોવા મળી રહ્યા છે. જેને કારણે ખેડૂતોમાં પણ હવે નારાજગી જોવા મળી રહી છે.