જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીઓ આગામી દિવસોમાં યોજાવા જઇ રહી છે. ત્યારે વિવિધ રાજકીય પક્ષો દ્વારા તેમનો પ્રચાર વધુ વેગવતું બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે ભાજપ દ્વારા તેમના તમામ ઉમેદવારોની એક બાઇક રેલીનું આયોજન શહેરના સરદાર પટેલ ચોકથી ઝાંસીની રાણીના ચોક સુધી કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં ભાજપ દ્વારા તેમના ઝંડાઓ સરકારી મિલકત પર લગાડવામાં આવતા NCP પ્રદેશ મહામંત્રી અને જૂનાગઢના પ્રભારી રેશ્મા પટેલ આકરા બન્યા હતા.
જૂનાગઢમાં જોવા મળ્યો રેશ્મા પટેલનો આક્રાત્મક સ્વભાવ, સરકારી મિલકતો પરથી દુર કર્યા ભાજપના ઝંડાઓ - NCP
જૂનાગઢ: શહેરમાં NCPના પ્રદેશ મહામંત્રી અને જૂનાગઢના પ્રભારી રેશમા પટેલનો જોવા મળ્યો આક્રાત્મક સ્વભાવ. ભાજપ દ્વારા સરકારી મિલકત ઉપર લગાવવામાં આવેલા ઝંડાઓને દૂર કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
ભાજપ દ્વારા સરકારી મિલકતો પર ઝંડા લગાવતા રેશમા પટેલે કર્યો વિરોધ
ભાજપ દ્વારા આદર્શ આચાર સંહિતાના ભંગને લઈને રેશમા પટેલ રોડ પર નીકળી ગયા હતા. ત્યારે ભાજપ દ્વારા સરકારી મિલકત પર લગાવવામાં આવેલા ભાજપના ઝંડાઓ અને બેનરોને પોતે દૂર કર્યા હતા. તેમણે ભાજપને આદર્શ આચાર સંહિતાનું પાલન કરવા આકરી શીખ આપી હતી.
Last Updated : Jul 18, 2019, 5:00 AM IST