- લગ્નવિધિમાં પૈડું સીંચવાની ધાર્મિક પરંપરા આદિ-અનાદિ કાળથી જોવા મળે
- યુવતીની માતા દ્વારા પુત્રીના ઉજ્વળ સાંસારિક જીવન માટે પૈડું સિચાઈ
- પૈડું સીંચવાની ધાર્મિક વિધિને કન્યાવિદાયની વિધિ સાથે જોડાયેલ
જૂનાગઢઃહાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે વિવિધ ધર્મને અનુલક્ષીને લગ્નની વિધિ અને તેની પરંપરા અલગ અલગ જોવા મળે છે. આજે અમે આપના માટે હિંદુ ધર્મ વિધિથી (Hindu rites)થતા લગ્નની એક વિધિ પૈડું સીંચવાની વિધિને લઈને માહિતી આપવા જઈ રહ્યા (Four rounds of marriage)છીએ પૈડું સીંચવાની વિધિ લગ્ન દરમિયાન યુવતીની માતા દ્વારા કરવામાં આવતી હોય છે. આ વિધિ સાથે જોડાયેલી માન્યતા એવી છે કે પ્રત્યેક (law of divorce )માતા તેની પુત્રીના ઉજ્જવળ સાંસારિક જીવન માટે પૈડું સીંચવાની ધાર્મિક વિધિ કરતી હોય છે. જેને કન્યા વિદાયની વિધિ સાથે પણ જોડવામાં આવે છે. રાજા જનકે માતા સીતાનુ કન્યાદાન કર્યું ત્યારે રાજા દશરથે જનક રાજાને દંડવત પ્રણામ કરીને આ વિધિ માટે તેમને જે સદભાગ્ય પ્રાપ્ત થયું છે તેને લઈને તેનો રાજીપો વ્યક્ત કર્યો હતો.