- શ્રાવણ મહિનો અંતિમ કલાકો તરફ આગળ વધી રહ્યો છે
- ભવનાથની ગિરિ તળેટીમાં સ્વયંભૂ પ્રગટેલા ભવનાથ મહાદેવનું છે અનન્ય ધાર્મિક મહત્વ
- શ્રાવણ માસમાં ભાવિકો ભવનાથ મહાદેવના દર્શન પૂજા
જૂનાગઢ: શ્રાવણ મહિનાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે દેવાધિદેવ મહાદેવની પૂજા અભિષેક અને દર્શન કરવા માટે શિવ ભક્તો ભવનાથ મહાદેવના મંદિરે દેવાધિદેવ મહાદેવની પૂજા કરીને ધન્યતા અનુભવે છે. પ્રાચીન ધર્મગ્રંથોમાં ભવનાથ મહાદેવને ભવેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે આ મંદિર ધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું અને પૌરાણિક માનવામાં આવે છે. દેવ ઉઠી અગિયારસના દિવસે ગરવા ગિરનારની પાવનકારી પરિક્રમા હોય કે, મહા શિવરાત્રીનો મહાપર્વ ભવનાથ મહાદેવની પ્રથમ પૂજા આજે પણ ધાર્મિક મહત્વ રાખે છે. ત્યારે પવિત્ર અને શિવને પ્રિય એવા શ્રાવણ માસમાં ભાવિકો ભવનાથ મહાદેવના દર્શન પૂજા અને અભિષેક કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.
ધાર્મિક માન્યતા ભવનાથ મહાદેવના દર્શન સાથે જોડાયેલી
ભવનાથ મહાદેવની પૂજા કરવાથી જાણે કે અજાણે કોઈનું અહિત થયું હોય તેવા કર્મ બંધન માંથી મળે મુક્તિ છે. ભવનાથ મહાદેવ સ્વયંભૂ ગિરનારની તળેટીમાં બિરાજમાન છે કહેવાય છે કે, ભવનાથ મહાદેવના દર્શન કરવા માત્રથી મનુષ્ય યોનીમાં જન્મ ધારણ કર્યા બાદ કોઈ પણ વ્યક્તિથી કોઈનું અહિત થયું હોય તો તેનો નાશ થાય છે અને આવી પ્રત્યેક વ્યક્તિ કર્મ બંધનમાંથી મુક્ત થઈને શિવની સમીપ જાય છે, આવી ધાર્મિક માન્યતા ભવનાથ મહાદેવના દર્શન સાથે જોડાયેલી છે