- ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે ફૂલકાજળી વ્રતની ઉજવણી
- કુમારિકાઓ દ્વારા આજે શિવાલયોમાં વ્રતની ઉજવણી
- ફૂલકાજળી વ્રત મા માતા પાર્વતીની સાથે શિવની પણ કરાઈ રહી છે પૂજા
જૂનાગઢ:આજે કુમારિકાઓ દ્વારા કરવામાં આવતું ફૂલકાજળીનું વ્રત ઉજવવામાં આવી રહ્યું છે. આ વ્રત સૌ પ્રથમ વખત માતા પાર્વતી દ્વારા ભાવિ ભરથાર અને તેના સારા પરિવાર જીવન સંસારમાં મળે તેવા ઉદ્દેશ્ય સાથે ફૂલકાજળીનું વ્રત શરૂ કર્યું હતું, ત્યાંથી સમગ્ર ભારત વર્ષમાં આ વ્રતની ઉજવણી કુમારિકાઓ દ્વારા કરવામાં આવી રહી છે. આજે દિવસ દરમિયાન કુમારિકાઓ દ્વારા ઉપવાસ કરીને રાત્રિના સમયે જાગરણ પરિપૂર્ણ કર્યા બાદ આ વ્રત પૂર્ણ થતું હોય છે.
ફૂલકાજળીનું વ્રત
આજે ફૂલકાજળીનું વ્રત કુમારિકાઓ દ્વારા ઉજવવામાં આવી રહ્યું છે. સૌ પ્રથમ વખત આ વ્રત માતા પાર્વતી દ્વારા કરવામાં આવ્યું હોવાની ધાર્મિક માન્યતા આજે પણ જોવા મળે છે. માતા પાર્વતી દ્વારા સંસાર જીવનમાં સારો ભાવિ ભરથાર મળે અને તેમનું સાંસારિક જીવન સુયોગ્ય અને સંસ્કારી પરિવારમાં પરિપૂર્ણ થાય તેવા ઉદ્દેશ્ય સાથે ફૂલકાજળીના વ્રતની માતા પાર્વતી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી સૌપ્રથમ વખત વ્રત દરમિયાન માતા પાર્વતીએ ભગવાન ભોળાનાથની લિંગનું પૂજન કરીને વ્રતની શરૂઆત કરાવી હતી ત્યારથી આ વ્રત ભારત વર્ષમાં ધાર્મિક આસ્થા સાથે મનાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો:વડોદરામાં ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતની ઉજવણી, બગીચાઓમાં કોરોના ગાઈડલાઈનના ઘજાગરા