જુનાગઢ: જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ઓનલાઇન શોપિંગના ગોડાઉનમાંથી મોબાઇલ ચોરી(Mobile Thief in Junagadh) કરતા ચાર જેટલા ડીલેવરી બોયને(Delivery Boy Thief in Junagadh) ઝડપી પાડ્યા છે. આ પહેલા ગોડાઉનમાંથી 45 જેટલા મોબાઇલ ફોનની ચોરી થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. જેની તપાસ કરતા જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે(Junagadh Crime Branch) ચાર ડીલેવરી બોય પાસેથી 17 જેટલા મોબાઇલ મેળવીને મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલી નાખવામાં સફળતા મેળવી હતી.
ગ્રાહકોએ મંગાવેલા ઓનલાઈન મોબાઈલની ચોરી
આ ઉપરાંત પકડાયેલા ડિલિવરીમેન ગોડાઉનમાં કોઈ સિક્યુરિટી ન હોવાને કારણે ગ્રાહકોએ મંગાવેલા ઓનલાઈન મોબાઈલને ચોરી છૂપીથી ગોડાઉનમાંથી ચોરી કરતા હતા જે ગોડાઉન માલિકને ધ્યાન પર આવતા તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે ચાર ડીલેવરી બોયને(Thief Crime Case in Junagadh) પકડી પાડયા છે.