જૂનાગઢ : રિયલ ફ્રેન્ડ ફાઉન્ડેશન દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને લગ્ન સમયે મોટા આર્થિક લાભો મળી રહે તેવી યોજના શરૂ કરાઈ હતી. જેની ઓફિસ જૂનાગઢ ખાતે આવેલી છે અને તેના સંસ્થાપક પ્રમુખ હરેશ ડોબરીયા કામ કરી રહ્યા છે. સમગ્ર મામલો ગઈકાલે પ્રકાશમાં આવ્યો જ્યારે રાજકોટની ઓફિસમાં એક સમયે કામ કરતી મહિલા જીજ્ઞા કુનડીયાએ રાજકોટ પોલીસ કમિશનરમાં અરજી આપી છે. તેમાં જણાવ્યું છે કે સંસ્થાના પ્રમુખ હરેશ ડોબરીયા લાખો રૂપિયાની ઉચાપત કરીને વિદેશ ફરાર થઈ જવાની ફિરાકમાં જોવા મળે છે. જેને લઈને સંસ્થાના પ્રમુખ હરેશ ડોબરીયાએ રાજકોટની જીજ્ઞા કુનડિયા સામે પ્રતિ આક્ષેપ કરીને પૈસાની ગોલમાલ અને છેતરપિંડી સાથે તે સીધી રીતે જોડાયેલી છે તેવી વાત કરી હતી.
સંસ્થાના નાણાંકીય હિસાબનો પુરાવોપ્રમુખ હરેશ ડોબરીયાએ સંસ્થામાં જોડાયેલા તમામ સદસ્યોના નાણાંકીય હિસાબનો પુરાવો તેમની પાસે છે તેઓ દાવો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, જે વ્યક્તિના પૈસા રીયલ ફ્રેન્ડ ફાઉન્ડેશનના એકાઉન્ટમાં જમા થયા છે. તેમની કાયદેસરની વિગતો તેમની પાસે છે. આ સિવાય સંસ્થા દ્વારા જે વ્યક્તિને આર્થિક સહાય કરવામાં આવી છે. તે તમામની વિગતો પણ બેંકના આધાર સાથે તેમની પાસે છે.
કુનળીયાએ 25 લાખ કરતા વધુનું કૌભાંડસંસ્થાના પ્રમુખ હરેશ ડોબરીયાએ જણાવ્યું હતું કે, રાજકોટની ઓફિસમાં કામ કરતી જીજ્ઞા કુંનડીયાએ અંદાજે 100 જેટલા વ્યક્તિઓ પાસેથી પ્રત્યેક વ્યક્તિ દીઠ 25 હજારની રોકડ રકમ મેળવી છે. જેના બદલામાં પ્રત્યેક ખાતેદારને પૈસા મળ્યાની પહોંચ આપી નથી. વધુમાં તેમણે જે પૈસા ખાતેદારો પાસેથી મેળવ્યા છે. તે રોકડ બેંકમાં આજ દિન સુધી જમા કરાવેલ નથી. જેને લઇને જિજ્ઞા કુનડીયાનો આક્ષેપો પાયા વિહોણા છે. આગામી દિવસોમાં સંસ્થા વતી જીજ્ઞા કુનડિયા વિરુદ્ધ કાયદેસર અને કોર્ટની કાર્યવાહી કરવાની દિશામાં પણ અમે આગળ વધવા માંગીએ છીએ.