- જૂનાગઢના માંગરોળમાં રામનવમીની શોભાયાત્રા મોકૂફ
- કોરોના મહામારીને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય
- રામનવમી દિવાળીની જેમ ઉજવવા આહવાન કરાયું
જૂનાગઢ :માંગરોળમાં રામ જન્મોત્સવ (રામનવમી)ના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ શ્રીરામ ધુન મંડળ દ્વારા સમસ્ત હિન્દુ સમાજ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળતી હોય છે. આ વર્ષે સમગ્ર દેશ તેમજ રાજ્ય ભરમાં આવેલી કોરોના મહામારી તેમજ સરકારશ્રી ગાઈડ લાઈનને ધ્યાને લઈ આ વર્ષે શોભાયાત્રા મોકૂફ રાખવા આગેવાનો દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું.
રામનવમીના દિવસે ઘર-આંગણે રંગોળી તેમજ દીપ પ્રગટાવીને ઉજવવા આહવાન
વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો દ્વારા માંગરોળના તમામ હિન્દુ પરિવારોને તારીખ 21 એપ્રિલે બુધવારે હિન્દુ સમાજના આરાધ્ય દેવ શ્રી રામ ભગવાનનો જન્મોત્સવ (રામનવમી) દિવસે પોતાના પરિવાર સાથે શ્રીરામ ભગવાનની આરતી તેમજ ધૂન કરવી તેમજ સાંજે ઘર-આંગણે રંગોળી તેમજ દીપ પ્રગટાવી રામ જન્મોત્સવ દિવાળીની જેમ ઉજવવા આહવાન કરવામાં આવ્યુ હતું.
આ પણ વાંચો : કોરોના સંકટઃ આઠમના થતા યજ્ઞો અને રામનવમીની ઉજવણીઓ પર કોરોનાનું ગ્રહણ