ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી

જૂનાગઢઃ લાંબી રાહ જોવડાવ્યા બાદ જૂનાગઢ જિલ્લાના મેંદરડાના વિસાવદર અને માણાવદર પંથકમાં 2 થી લઈને 4 ઈંચ સુધીનો વરસાદ થતાં ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. તો બીજી તરફ આ વિસ્તારના લોકોને આકરી ગરમીમાંથી કંઇક અંશે રાહત મળતી જોવા મળી રહી હતી.

By

Published : Jun 26, 2019, 5:30 PM IST

અસહ્ય ઉકળાટ બાદ વરસાદનું ધમાકેદાર આગમન

બંગાળના અખાતમાં સર્જાયેલા હવાના નીચા દબાણને કારણે ગુજરાત પર ચોમાસાની એક સિસ્ટમ ધીરે ધીરે આકાર લઈ રહી છે, જેને લઇને સૌરાષ્ટ્રમાં વરસાદ આવશે તેવી આશાઓ બંધાઈ છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના મેંદરડા વિસાવદર અને માણાવદર પંથકમાં 2 થી લઈને 4 ઈંચ સુધીનો વરસાદ પડતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે, તો બીજી તરફ આકરી ગરમીને કારણે શહેરીજનોને પણ થોડી ઘણે અંશે રાહત મળી છે.

જુનાગઢમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી

હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી 2-3 દિવસ સુધી આ જ પ્રકારનું વાતાવરણ જોવા મળશે. જેમાં જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો જિલ્લાના કેટલાક તાલુકાઓમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હાલ ગુજરાતમાં ચોમાસુ બેસી ગયું છે. પરંતુ છૂટક વરસી રહેલા વરસાદને પગલે ખેડૂતોની સાથે લોકો પણ ચિંતામાં મુકાઈ ગયા છે.

ABOUT THE AUTHOR

...view details