ગુજરાત

gujarat

ETV Bharat / state

હવામાન વિભાગની આગાહીઃ આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને જૂનાગઢમાં પડી શકે છે વરસાદ - જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી

હવામાન વિભાગ દ્વારા આગામી બુધવાર સુધીમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેથી ખેડૂતોમાં ખેતી લાયક વરસાદની આશા બંધાઈ છે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાય દિવસથી વરસાદ નહીં થતાં ખેડૂતોમાં ચિંતનો માહોલ જોવા મળ્યો હતો. કારણ કે, કેટલાંક વિસ્તારોમાં હજુ પણ ખેતીલાયક વરસાદ થયો નથી.

જૂનાગઢ
જૂનાગઢ

By

Published : Jul 28, 2020, 4:32 PM IST

જૂનાગઢઃ આગામી બુધવાર સુધીમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગ દ્વારા બે દિવસ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. જેને લઇને આગામી 48 કલાક સુધી જૂનાગઢની સાથે સમગ્ર સૌરાષ્ટ્રનું વાતાવરણ વરસાદમય બનવાની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે.

આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છની સાથે જૂનાગઢમાં પડી શકે છે મધ્યમથી ભારે વરસાદ
જૂનાગઢ શહેર અને જિલ્લામાં 754 એટલે કે અંદાજીત 28 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સિઝનનો સરેરાશ વરસાદના 60 ટકા જેટલો થવાનો છે, ત્યારે આગામી બે દિવસમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓને લઇને વરસાદનો વધુ એક રાઉન્ડ ખેતી અને સિંચાઈ માટેના જળાશયો માટે આશીર્વાદ સમાન સાબિત થશે.
આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છની સાથે જૂનાગઢમાં પડી શકે છે મધ્યમથી ભારે વરસાદ

ABOUT THE AUTHOR

...view details