ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ: વિસાવદરના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ - rainfal latest news

જૂનાગઢ: એક તરફ શિયાળાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ત્યારે વિસાવદર તાલુકાના કેટલાક ગામોમાં વરસાદ પડી રહ્યો છે. કમોસમી વરસાદથી જગતનો તાત હવે મેઘરાજા સામે લાચાર બનતો જોવા મળી રહ્યો છે.

etv bharat

By

Published : Nov 14, 2019, 12:37 PM IST

ગત ચોમાસાથી જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ એવું તો રોકાણ કરી નાખ્યું છે કે, હજુ સુધી સતત વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ભલગામ ,પીડાખાઈ સહિતના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની ગઇ છે. આ કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી-પાણી થઇ ગયા હતા.

આ અવિરત વરસી રહેલા વરસાદને પગલે હવે જગતનો તાત ખૂબ જ ચિંતામાં જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદે ખેડૂતના કિંમતી અને ઉભા પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. એક તરફ ખરીફ પાક ચોમાસા દરમિયાન અતિભારે વરસાદને કારણે નિષ્ફળ નીવડ્યો છે. બીજી તરફ હવે રવિ પાકમાં પણ કમોસમી વરસાદ બાધારૂપ બની રહ્યો છે. જેને કારણે જગતના તાતની ચિંતા હળવી બનવાની જગ્યાએ વધતી જાય છે.

વિસાવદરના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ

ABOUT THE AUTHOR

...view details